Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મોરબી: સ્વ.મનીષા મનહરલાલ રાવલના ૬૦ માં જન્મદિનની મેડિકલ કેમ્પ યોજી ઉજવણી કરાઇ.

મોરબી ખાતે તા ૨૬ ના રોજ મોરબીના વાવડી ગામે ફિલિકસ કોડ્સ ખાતે સ્વ. મનીષા મનહરલાલ રાવલના ૬૦ મા જન્મદિનની દર્દીનારાયણ માટે મેડિકલ કેમ્પનુ આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડો. હસ્તીબેન મહેતા દ્વારા દર્દીઓના અલગ અલગ રોગની ચકાસણી સાથે નિદાન તેમજ બીપી,ડાયાબિટીસ, વજન ચેક કરવામાં આવ્યુ હતુ. તેમજ ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી. બહોળી સંખ્યામાં વાવડીના ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો.

કેમ્પને સફળ બનાવવા રશ્મિભાઈ દેસાઈ, દર્શના ત્રિવેદી,કૌશીકા રાવલ, ઉદ્દેશ કાપૂરે, કોઠારીભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
કેમ્પના અંતે રાવલ પરિવાર દ્વારા ડો. હસ્તીબેન મહેતાને ચેક અર્પણ કરાયો હતો.

(12:31 am IST)