Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વેરાવળમાં ટીવી ચોરી જનાર ત્રણ ઝડપાયા

સોમનાથ, તા.૨૭: ગઇ તા.૨૪/૦૯/૨૨ના વેરાવળ સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૫૨૭/૨૨ આઇ.પી.સી. ક.૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુન્‍હાના ફરિયાદી આસીફભાઇ અલીમહમંદભાઇ રાઘવા રહે.સેન્‍ટ કૌશર સ્‍કુલ પાસે, રાઘવા કોલોની, ‘‘રાઘવા હાઉસ' વાળાએ જાહેર કરેલ કે,  પોતાના મકાનના મેઇન દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાંથી LG કંપનીનુ સ્‍માર્ટ એલઇડી ટીવી કિં.રૂા.૧૫,૦૦૦/- તથા રોકડ રૂા.૨૦૦૦/- મળી કુલ રૂા.૧૭,૦૦૦/ના માલમતાની ચોરી કરી લઇ ગયેલ.
જે અનુસંધાને વેરાવળ ઇન્‍સ્‍પેકટર એસ.એમ.ઇશરાણીએ સર્વેલન્‍સ પો.સબ.ઇન્‍સ શ્રી એચ.બી.મુસાર તથા સર્વેલન્‍સ સ્‍ટાફના જરૂરી પો.સ્‍ટાફની ટીમો બનાવી ગુન્‍હો શોધી કાઢવા તજવીજ હાથ ધરેલ જે બાબતે પો.સબ.ઇન્‍સ શ્રી એચ.બી.મુસાર તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્‍સ. મયુરભાઇ મેપાભાઇ તથા અરજણભાઇ મેસુરભાઇ તથા પો.કોન્‍સ. પ્રદિપસીંહ વાલાભાઇ તથા અશોકભાઇ હમીરભાઇ તથા નદીમભાઇ શેરમહમદભાઇ બ્‍લોચ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા રોહીતભાઇ જગમાલભાર્ઇં એમ બધા સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્‍યાન ર્ંએ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે ગોદરશા તળાવ ખાતેથી આરોપીઓ-(૧) અલ્‍ફાજ ઉર્ફ શુટર આમદભાઇ સુમરા તથા (૨) અસ્‍પાક ઉર્ફ ગાદલો હનિફભાઇ પંજા  તથા (૩) સોહિલ ઉર્ફ ચકી મુસ્‍તાકભાઇ કુરેશી રહે.બધા વેરાવર્ળં વાળાને ટીવીની કિં.રૂા.૧૫,૦૦૦/- તથા રોકડ રૂા.૨૦૦૦/- મળી કેલ રૂા.૧૭,૦૦૦/ના અસલ મુદામાલ સાથે પકડી પાડી ગુન્‍હો ડીટેક્‍ટ કરવામાં આવેલ છે.

 

(11:36 am IST)