Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અહેમદગઢમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

વઢવાણ : દસાડા તાલુકાનાં અહેમદગઢ ગામની સીમમાં પોલીસે દરોડો પાડયો હતો. ત્‍યારે ત્રણ જુગારીઓ ઝડપાઇ ગયા હતાં. જ્‍યારે પાંચ શખ્‍સો પોલીસને ચકમો આપી છૂમંતર થઇ ગયા હતાં. બેચરભાઈ બચુભાઈ માનાવાડીયા, છોટાભાઈ સોમાભાઈ રાવળ અને સરદારભાઈ બાબાભાઈ બ્‍લોચ નામનાં ત્રણ શખ્‍સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતાં. તેમની પાસેથી પોલીસે રોકડા રૂા.૧૫,૪૦૦, બે મોબાઈલ વિગેરે મળી કુલ રૂા.૧૬,૪૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્‍યારે દરોડા દરમ્‍યાન ઈશ્વરભાઈ પ્રતાપભાઈ ઠાકોર, તોસીફ ઉર્ફે શહેરશાહ અકબરભાઈ, જલો ઉર્ફે જલારામ નરશીભાઈ, કમલેશ ઉર્ફે ચકો ભાઈલાલભાઈ અને નવઘણભાઈ નામના શખ્‍સો નાસી જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)