Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અમરેલીમાં પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનું વિતરણ

અમરેલી : વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારનો શુભારંભ કરતી‘અમરેલી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ' એ કર્યો હતો.સમગ્ર શહેરમાં ‘ડોર ટુ ડોર પ્રચાર અભિયાન નો પ્રારંભ કોંગ્રેસ પક્ષના અધિકાર પત્રનું વિતરણ કરવામાં આવ્‍યું કોંગ્રેસ પક્ષ સરકાર બને વિવધ વચનો પત્ર મારફત લોકોને વહેચ્‍યાં હતા. અમરેલીના ધારાસભ્‍ય પરેશ ભાઈ ધાનાણી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ એડવાકેટ સંદીપ પંડ્‍યા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી સહિતના આગેવાનો જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી દ્વારા આગામી ચુંટણીનો વચન રૂપી ઢંઢેરામાં જણાવ્‍યા મુજબᅠ છે ત્‍યારે આવનારી ધારાસભામાં કોંગ્રેસના વિજયની કામના સાથે નાગરિકોને વચન બધ્‍ધ પ્રત્‍યેક વ્‍યક્‍તિને ૧૦ લાખના ખર્ચની સારવાર વિના મુલ્‍યે તમામ દવા ખેડુતોને ત્રણ લાખ સુધીનું દેવું માફ ગુજરાતમાં ૧૦ લાખ યુવક યુવતી સરકારી નોકરી સરકારી નોકરીમાં કોન્‍ટ્રાક્‍ટ પ્રથા નાબુદ બેરોજગાર યુવાનોને માસિક ૩૦૦૦ ભથ્‍થું દુધ ઉત્‍પાદકોને પ્રતિ લીટર ૫ રૂપિયા સબસીડી અને રાંધણ ગેસ માત્ર ૫૦૦ રૂપિયા કોરોના કાળમાં મૃત્‍યુ પામેલાના સ્‍વજનને ૪ લાખની સહાય વળતર આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા વચન રૂપી આહવાન થયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ ટીકુંભાઈ વરુ જિલ્લા ઓબીસી સેલના પ્રમુખ રમેશભાઇ ગોહિલ જિલ્લા અગ્રણી નરેશભાઈ અધ્‍યારૂ અમરેલી શહેર કોંગ્રેસના મહામંત્રી પ્રહલાદ સોલંકી ,એમ એ કુરેશી ,જયરાજ જળું મહિલા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હંસા બેન જોશી અમરેલી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ મીનાબેન સોંડાંગર એઆઇસીસીના બનીતા દીદી એસી.સી.સેલ અમરેલી શહેરના પ્રમુખ ડી.ડી.પરમાર પ્રદેશ કોંગ્રેસના આગેવાન રફીકભાઈ મોગલ અમરેલી જિલ્લા કોંગ્રેસના સંગઠન મંત્રી જગદીશ પાનસૂરિયા અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ પોકિયા પરવેઝ ચૌહાણ વેપારી અગ્રણી ફેજલભાઈ ચૌહાણ રાજુભાઇ બિલખીયા અનકભાઈ વાળા અમરેલી તાલુકાના આગેવાન રવજીભાઈ મકવાણા પ્રવિણભાઈ કમાણી સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(1:35 pm IST)