Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જામનગર - જીલ્લામાં ૪ જગ્‍યાએ દારૂના દરોડાઃ જુગાર રમતા ૮ ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: જામનગર - જીલ્લામાં ૪ જગ્‍યાએ દારૂના દરોડા પાડવામાં આવ્‍યા છે જયારે જુગાર રમતા ૮ ઝડપાયા છે.

રહેણાક મકાનમાંથી ઈંગ્‍લીશ દારૂના પપ ચપલા ઝડપાયા : આરોપી ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફરીયાદ નોંધાવી છે કે,  કડીયાવાડ બેડી ગેઈટ, મોટુ ફળી આરોપી રોહિત જયંતિભાઈ ચાવડા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ચપલા નંગ-પપ, કિંમત રૂ.૮રપ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી રોહિત જયંતિભાઈ ચાવડા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઈંગ્‍લીશ દારૂના ર૭

ચપલા સાથે શખ્‍સ ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, રાજપાર્કનો ઢાળીયો રીલાયન્‍સ, પેટ્રોલપંપ પાસે આરોપી વૈભવ સન ઓફ રમેશભાઈ પ્રમોદભાઈ ચતવાણી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂ ચપલા નંગ-ર૭, કિંમત રૂ.૪૦પ૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

મોરાણા ગામના પાટીયા પાસે ઈંગ્‍લીશ દારૂના જથ્‍થા સાથે શખ્‍સ ઝડપાયો

જોડીયા પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. વિક્રમભાઈ વિભાભાઈ બકુત્રા એ ફરીયાદ નોધાવી છે કે, મોરાણા ગામના પાટીયા પાસે રોડ પર આરોપી વિશાલસિંઘ સુનિલંિસંઘ ઠાકુર એ ગેરકયાદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જા ભોગવટાની ઈનોવા કાર જેના રજી.નં.જી.જે.-૩-ડી એન-૪૬૭૧  કિમતં રૂ.૪,૦૦,૦૦૦/-માં ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની અલગ અલગ કંપનીની કાચની બોટલ નંગ-૧ર૦, કિંમત રૂ.૮૧,૦૦૦/- તથા નાની પ્‍લાસ્‍ટીકની બોટલ નંગ-૩૦, કિંમત રૂ.૬,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૪,૯ર,૦૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

જામવાડી ગામે જુગાર

રમતા સાત શખ્‍સો ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સામતભાઈ ડાડુભાઈ ચંદ્રાવાડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જામવાડી ગામમાં આવેલ જુની એસ.બી.આઈ. બેન્‍ક પાછળની શેરીમાં આરોપી દિનેશભાઈ લીલાભાઈ સગારકા, ઉમેશભાઈ મગનભાઈ સગારકા, રમણીકભાઈ રતનશીભાઈ વિરોજા, જયેશકુમાર હમીરભાઈ સગારકા, પ્રફુલભાઈ કારાભાઈ સિતાપરા, રાજેશભાઈ મોહનભાઈ સગારકા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૧૧,૧૩૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધરારનગરમાં જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા : પાંચ ફરાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિરેનભાઈ માંડાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર-૧, સલીમબાપુના મદ્રાસા પાસે અનવરભાઈ ફુલવાળાના ઘરની બાજુમાં રોડ પર સ્‍ટ્રીટ લાઈટના અજવાળે આરોપી હુશેન હારૂનભાઈ કમોરા, કાસમભાઈ તૈયબભાઈ લાખા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ર૦૭૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી જાવીદ દાઉદભાઈ ભડાલા, હારૂન દાઉદભાઈ ભડાલા, અબ્‍દુલ ભડાલા, નજીર, સલીમ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળીયાના નાકા પાસે ચલણી નોટો વડે જુગાર રમતો શખ્‍સ ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ખંભાળીયા નાકા બજરંગ હોટલ સામે આરોપી રતીલાલ પ્રાગજીભાઈ કનખરા, ઈમરાનભાઈ ગફારભાઈ ખફી એ ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧પ,૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો શખ્‍સ ઝડપાયો : એક ફરાર

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, સુભાષ શાકમાર્કેટ નાના આશાપુરા મંદિર પાસે આરોપી કૈલાશભાઈ વીરૂભાઈ નાગપાલ એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧,૮૯૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.તથા આરોપી હિતેષભાઈ મનસુખભાઈ શાહ ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:38 pm IST)