Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રસ્‍તાના જોબ નંબર આપવા ધારાસભ્‍ય ડેરની રજૂઆત

રાજુલા,તા.૨૭ : રાજુલા વિધાનસભા પંચાયત હસ્‍તકના નોન પ્‍લાન રચતા જોબ નંબર આપવા બાબત ડેર દ્વારા રજૂઆત કરવામાં આવી છે રાજુલા તાલુકાના ખારી થી વણોટ બે તાલુકાના જોડતો રોડ ભચાદર થી કડીયાળી રોડ સાજણાવાવ થી દાતરડી રોડ બરફટાણા થી મોટા રીંગણીયાળી રોડ નવા આગરીયા થી કોટડી રોડ વડલી થી ધારેશ્વર રોડ ધારેશ્વર થી ભાક્ષી રોડ ધારેશ્વર થી આગરીયા રોડ ચારોડીયા થી કુંડલીયાળા કાતરથી સરોવડા ભાક્ષી ૧ થી ભાક્ષી ત્રણ ભાક્ષી ૧ થી વાવેરા થોરડી સ્‍ટેટ હાઇવેજંકશન રોડ તથા જાફરાબાદ તાલુકાના સરોવડા થી નાના બારમણ રોડ હેમાળ થી સાકરીયા રોડ કેરાળા થી વડલી રોડ એભલવડ થી મોટા માણસા રોડ બાલાની વાવ થી કંથારીયા રોડ સરોવડા થી ભટવદર રોડ તથા ખાંભા તાલુકાના ડેડાણ થી નિંગાળા જુનો રસ્‍તો પીપરીયા થી સોનારીયા રોડ નેસડી થી ડેડાણ રોડ મુજબના પંચાયત હસ્‍તકના નોન પ્‍લાન રસ્‍તા ના જોબ નંબર આપવામાં આવે તેવી માર્ગ મકાનના મંત્રી જગદીશ પંચાલ ને પત્ર લખીને અંબરીષ ભાઈ ડેર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

(1:39 pm IST)