Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વિસાવદરઃ સાંઇનાથ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીની ૧પ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૭: વિસાવદર સાંઇનાથ ક્રેડીટ કો-ઓપ.સોસાયટીની સાધારણ સભામાં ધારાસભ્‍ય શ્રી હર્ષદભાઈ રિબડીયાએ સહકારી મંડળીના માધ્‍યમથી ગ્રામ્‍ય વિસ્‍તારના ઔદ્યોગીક વિકાસ માટેના આયોજન પર ભાર મૂકયો હતો.વિસાવદરના માંડાવડ સ્‍થિત શ્રી સાંઇનાથ ક્રેડીટ કો.ઓ.સ.મંડળીની ૧૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન શ્રી ગીજુભાઇ વિકમાના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ હતી.વિસાવદર સુંદરબાબાગ ખાતે આયોજન કરવામાં આવેલ.દીપ પ્રાગટય કરવામાં આવેલ.વિસાવદરના ધારાસભ્‍ય હર્ષદભાઇ રીબડીયા,જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઇ કાવાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરીયા, કોંગ્રેસ શહેર પ્રમુખ નયનભાઇ જોશી,જિલ્લા પંચાયત જૂનાગઢ શિક્ષણ સમિતિના વિરેન્‍દ્રભાઇ સાવલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્‍દ્રભાઇ કોટીલા, બગસરા નાગરિક સહકારી મંડળીના પૂર્વ સેક્રેટરી ડી.જી. મહેતા તેમજ જૂનાગઢ જિલ્લા સંઘના સેક્રેટરી રાજેશભાઇ ઠાકર તેમજ મંડળીના કાયમ માટે માર્ગદર્શન આપતા અને એક સારી પ્રતિભા જૂનાગઢમાં ધરાવતા એલ.જી. કાચા ખાસ ઉપસ્‍થિત રહેલ. અને મંડળીના વાઇસ ચેરમેન રમણીકભાઇ દુધાત્રા દ્વારા મંડળીની કાર્યવાહી બાબતે વિસ્‍તળત વાંચન કરેલ અને સહકારી ક્ષેત્રેને વેગ મળે તે અંગે બોર્ડ ઓફ ડિરેક્‍ટરોને જણાવવામા આવેલ. ધારાસભ્‍ય રિબડીયાએ પોતાના વક્‍તવ્‍યમાં જણાવેલ કે,આપણા વિસ્‍તારમાં હજુ સહકારી ક્ષેત્રમાં ઘણા પાછળ છીએ તેને વેગ મળવો જોઇએ અને મંડળીના માધ્‍યમથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગળહ ઉદ્યોગો શરૂ થાય તેવા પ્રયત્‍નો કરવા જોઇએ.રાજનભાઇ ઠાકર દ્વારા સહકારી ક્ષેત્રે સરકાર દ્વારા અનેકવિધ આયોજનો થઇ રહ્યા છે જેથી ગ્રામ્‍ય વિસ્‍તાર સુધી ફેલાવો થાય અને છેવાડાના માણસો તેનો લાભ લઇ શકે તેવી જાગળતતા લાવવા પ્રયાસો કરવા જોઇએ.સંચાલન રમણીકભાઇ ગોહેલ દ્વારા કરવામાં આવ્‍યુ હતુ.

(1:45 pm IST)