Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જુનાગઢનગર શાખા દ્વારા ઓટો રિક્ષામાં ભૂલાઇ ગયેલ ૩૩ હજારની મતા ભરેલ વૃદ્ધાની થેલી શોધી કઢાઇ

જુનાગઢ, તા. ર૭ : વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ૭૦ વર્ષની ઉમરના વયો વળધ્‍ધ દંપતીની મરણ મુડી ૩૦,૦૦૦/- ની રકમના સોનાના દાગીના તથા ૩,૫૦૦/- રોકડ રકમ એમ કુલ ૩૩,૫૦૦/- ની કીંમતના દાગીનાની થેલી ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ જે નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ.

અરજદાર ધિરજલાલ ધનજીભાઇ પીઠડીયા ઉ.વર્ષ ૭૦ અને તેમના ધર્મ પત્‍ની બંને એકલા જ રહેતા હોય અને પોતાના ઘડપણનુ જીવન સાથે જ ગુજારતા હોય, તા. ૨૫/૦૯/૨૦૨૨ના રોજ પતી-પત્‍ની પોતાના અંગત કામથી કાળવા ચોક જવા માટે રીક્ષામાં બેઠેલ અને રીક્ષામાંથી ઉતરતા સમયે તેમના ધર્મ પત્‍ની પોતાની સાથે રાખેલ થેલી તે રીક્ષામાં જ ભુલી ગયેલ. તે થેલીમાં તેમના જીવન સમય દરમ્‍યાન તેમણે સાચવેલ સોનાના દાગીના તથા દર માસે સરકાર તરફથી વળધ્‍ધોને મળતી સહાયમાંથી પાઇ પાઇ ભેગી કરી સાચવેલ રોકડ રૂ. ૩,૫૦૦/- એમ સોનાના દાગીના અને રોકડ રકમ સહીત કુલ ૩૩,૫૦૦/-ના મુલ્‍યની થેલી હતી. બંને પતી પત્‍ની વયો વળધ્‍ધ હોય હાલમાં ઘરમાં કોઇ આવકનુ સાધન પણ ના હોય તે દંપતી વ્‍યથિત થઈ ગયેલ હતા. ધિરજલાલ દ્વારા આ બાબતની  જાણ એ ડીવીઝન પો.સ્‍ટે.ના પી.આઇ. શ્રી એમ.એમ.વાઢેરને કરતા પી.આઇ. એમ.એમ.વાઢેર દ્રારા નેત્રમ શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્‍સ. ચેતનભાઇ સોલંકી, કુસુમબેન મેવાડા એન્‍જી. નિતલબેન મહેતા દ્વારા જહેમત ઉઠાવી ધિરજલાલ ભાઇ જે સ્‍થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના ર્ંવિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા ધિરજલાલ જે ઓટો રીક્ષામાં બેસેલ હતા તે ઓટો રીક્ષાને શોધી કાઢવામાં આવેલ હતી.

(1:52 pm IST)