Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબીમાં આશાવર્કર-આશા ફેસિલિટરોએ સરકાર પગાર વધારા પત્રની હોળી કરી

સરકારે રૃા. ૨ હજારના કરેલા પગાર વધારાના જીઆરને લોલીપોપ ગણાવી વિરોધ નોંધાવ્યો

મોરબી,તા. ૨૭ :  મોરબી જિલ્લાની આશાવર્કર- આશાફેસિલિટરોએ સરકાર પગાર વધારાના પત્રની હોળી કરી હતી. જેમાં જિલ્લાની તમામ આશાવર્કર- આશાફેસિલિટરોએ સરકારે રૃ. ૨ હજારના કરેલા પગાર વધારાના જીઆરને લોલીપોપ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.

મોરબી જિલ્લાની તમામ આશાવર્કર- આશાફેસિલિટરોએ વેતનમાં થતું શોષણ સામે અવાજ ઉઠાવીને સમાન કામ સમાન વેતનની માંગ સાથે લાંબા સમયથી લડત ચલાવી રહી છે. અનેક વખત સ્થાનિક કક્ષાએથી માંડી ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપીને આંદોલનો કરી હતા. આ આંદોલનને પગલે સરકાર જાગી હતી અને આશાવર્કર- આશાફેસિલિટરોના પગાર વધારા માટે જીઆર બહાર પાડ્યો હતો. પણ માત્ર ૨ હજારનો વધારો કરતા આશાવર્કર- આશાફેસિલિટરોએ રોષે ભરાઈને આ જીઆરને લોલોપોપ ગણાવી સળગાવી નાખીને વિરોધ કર્યો હતો અને રાજયની સાથે કેન્દ્ર સરકારના પણ કામો કરતા હોય બન્ને સરકારોએ યોગ્ય પગાર વધારો કરે તેવી માંગ કરી છે.

(2:03 pm IST)