Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જયદેવભાઈ માંકડ સંકલિત દ્રષ્ટાંત કથાઓ "બાવો મોર બાંટંતા"પુસ્તકનું પૂ. બાપુ અને જયદેવભાઈ માંકડનાં માતુશ્રી જ્યોત્સનાબાના હસ્તે લોકાર્પણ

રાજકોટ તા.૨૭ :  જયદેવભાઈ માંકડ સંકલિત દ્રષ્ટાંત કથાઓ "બાવો મોર બાંટંતા"પુસ્તકનું લોકાર્પણ પૂજ્ય બાપુ અને જયદેવભાઈ માંકડનાં માતુશ્રી જ્યોત્સનાબાના વરદ હસ્તે થયું હતું.

      નીતિનભાઈ વડગામા 700 ની કથા પછી વિવિધ રામકથાઓને પુસ્તકમાં સંપાદિત કરે છે. તેવી રામકથાઓ "માનસ નાગર,માનસ મસાણ સહિતની ત્રણમાં રામકથાઓનું લોકાર્પણ બાપુએ કર્યું હતું.

     દ્વારકાની શારદાપીઠ કોલેજના પુર્વ અધ્યાપક શ્રી ડો.ઈશ્વર પરમાર દ્વારા લખાયેલાં ત્રણ પુસ્તકો "બાળકને બાપુનું વહાલ, યુવાનીને બાપુનું આહવાન અને બાપુના મુખે બાપુની વાતો"નું લોકાર્પણ ઈશ્વરભાઈ પરમાર અને  બાપુ દ્વારા થયું હતું.

 કથામાં બાપુએ પોતાના જીવનનાં પ્રસંગો રસપ્રચુર રીતે વર્ણવ્યાં હતાં.

    અઢિયા નામના બાળકની કથા વર્ણવતાં બાપુએ બાળકમાં રહેલાં ઈશ્વરના સાક્ષાત કરુણામય દર્શન કર્યા હોય તેવો ભાવ પ્રગટ થયો હતો.બાપુએ ડાક- ડમરુંને લોકવાદ્ય તરીકે ગણીને તેમનું સન્માન કર્યું હતું.

 બાપુએ વિદેશ અભ્યાસ દરમ્યાન સંગદોષ તરફ કાળજી લેવાનું જણાવી ડીગ્રીનું અતિમહત્વ ન આંકવુ તે નિર્દેશ કર્યો હતો.

(6:23 pm IST)