Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબીના બંધુનગર ગામે ચોરીની શંકાએ માર મારી શ્રમિકની હત્યા કરનાર ચાર ઝડપાયા :ચારેય આરોપીને રિમાન્ડની માંગણી સાથે રજુ કરાશે.

મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક શંકાસ્પદ હાલતમાં યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યા બાદ ચારેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જે બનાવમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે

મધ્યપ્રદેશના રહેવાસી નાથુ લક્ષ્મણ ભાભર (ઉ.વ.૩૩) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના નાના ભાઈ મંગસિંગ ભાભર ગત તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે બંધુનગર ગામની સીમમાં આવેલ એપલ સિરામિક કારખાના બાજુ ગયેલ હોય ત્યારે કારખાનાના સિક્યુરીટી શૈલેષ પસવાભાઈ પરમાર, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઈ પટેલ અને પ્રવીણ રણછોડભાઈ પટેલ રહે બધા હાલ એપલ સિરામિક બંધુનગર સીમ વાળાએ યુવાનને પકડી ઢીકા પાટું તેમજ લાકડીથી માર મારતા યુવાનનું મોત થયું હતું
મોરબી તાલુકા પોલીસે મૃતકની ભાઈની ફરિયાદના આધારે આરોપી શૈલેષ પસવાભાઈ પરમાર, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઈ પટેલ અને પ્રવીણ રણછોડભાઈ પટેલ રહે બધા બંધુનગર તા. મોરબી વાળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ચારેય આરોપીને ઝડપી લીધા છે અને ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

 

(11:29 pm IST)