Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

દેવભૂમી દ્વારકા જિલ્લામાં તાવ શરદી ઉધરસના દરરોજના ૭૦૦ થી વધુ કેસો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૨૭ : દેવભૂમી દ્વારકા જિલ્લામા રોગચાળાએ માઝા મૂકી છે. ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં રોજના ૨૫૦ થી ૩૦૦ દર્દીઓની ઓપીડી થતી હતી તે સંખ્યા હાલ તાવ, શરદી, ઉધરસ, વાઇરલ ઇન્ફેકશનના ૭૦૦ ઉપરાંતની થઇ છે. કયારેક આ આંકડો ૮૦૦ને પાર કરી જાય છે જો કે દર્દીઓમાં તાવ, શરદી, ઉધરસના જ દર્દીઓ ભાગ્યેજ એકાદો શ્વાસની તકલીફ કે ડેન્ગ્યુ જેવાનો હોય છે.

ખંભાળીયા હોસ્પિટલમાં રોજના ૭૦૦-૮૦૦ની ઓપીડી હોસ્પિટલ સવારે છલોછલ જેવી સ્થિતિમાં રહે છે પરંતુ ૭૦૦ - ૮૦૦ દર્દીઓ ભેગા થતા રોગચાળો વધે તેવુ થાય છે. ઘણા સમયથી કોરોના મુકત વિસ્તાર હોય સામાન્ય રોગના દર્દીઓ પણ હવે હોસ્પિટલમાં આવતા થાય છે. જેથી સામાન્ય દાંત વિભાગમાં પણ રોજના ૫૦ થી વધુ દર્દીઓ લાભ લ્યે છે. હાલ સરકારી હોસ્પિટલના સુપ્રી. રજા પર હોય ઇન્ચાર્જ તરીકે ફરી એક વખત ડો. હરીશ મતાણી મુકાયા છે.

(10:34 am IST)