Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ઓખા અર્બન હેલ્થ સેન્ટર એમ્બ્યુલન્સનું લોકાર્પણ

(ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા તા.૨૭ : ઓખા માં ઓખા અર્બન હેલ્થ સેન્ટરનું રીનોવેશન ટાટા કેમિકેલ્સ એ કરી આપેલ તેમજ ઓખા અર્બન હેલ્થ સેન્ટરને નવી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી.જેમનું ઉદદ્યાટન પબુભા વિરમભા માણેક ના વરદ હસ્તે કરવામાં આવેલ.

ટાટા કેમિકલ્સ કોવિડ-૧૯ના મુશ્કેલ સમયગાળા દરમિયાન હેલ્થ માળખાગત સુવિધા વિકસાવવામાં પ્રદાન કરવામાં અને સમુદાયની સેવા કરવામાં મોખરે છે. પોતાના પ્રયાસોને જાળવી રાખીને ટાટા કેમિકલ્સ એની સીએસઆર સંસ્થા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલમેન્ટ (ટી.સી.એસ.આર.ડી) એ ઓખા અર્બન હેલ્થ સેન્ટરનું રીનોવેશન કર્યું અને અદ્યતન સુવિધાઓ સાથે એને સજજ કરી .સંસ્થા એ એમ્બ્યુલન્સ નું પણ દાન કર્યું .જે નગરમાંથી શહેરમાં કટોકટીના કેસમાં ગંભીર બીમાર ધરાવતા દર્દીઓને લાવવામાં મદદરૂપ થશે આ સુવિધા ઓખામાં અને એની આસપાસના સ્થાનિક સમુદાય ના આશરે ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ હજાર સભ્યોને સેવા આપશે.નવેશર થી સજ્જ અદ્યતન ઓખા અર્બન હેલ્થ સેન્ટરનું ઉદદ્યાટન અને એમ્બ્યુલન્સ નું દાન મુખ્ય અતિથિ  પબુભા વિરમભા માણેક ના હસ્તે કરવામાં આવેલ આ તકે દેવભૂમિ દ્વારકા ના ડીડીઓ ડે જે જાડેજા ( આઈએએસ ) જિલ્લા આરોગ્ય અધિકારી ડો રાજ સુતરીયા,આરસીએચઓ ડો ચિરાગ અને ટાટા કેમિકલ્સ મીઠાપૂરના પ્રોજેકટસ અને ટેકિનકલ સેવાઓના હેડ અશોકભાઇ દાણી,દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ તેમજ ખેરાજભા કેર તેમજ ઓખા નગરપાલિકા ના ઉપપ્રમુખ કાદરભાઈ મલેક તેમજ સદસ્ય તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. હેલ્થ સેન્ટરમાં વ્યકિતગત ઓકિસજન જોડાણ, એક રસીકરણ રૂમ, ડ્રેસિંગ રૂમ, લાઈટ અને પાણીના પુરવઠા સહિત સ્ટોર રૂમ સાથે ૧૦ બેડ ધરાવે છે. આ સુવિધાનું સંપૂર્ણ રીનોવેશન થયું છે. આ કાર્યક્રમમાં કોરોના કાળમાં જે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે તેમને સેર્ટિફિકેટ આપી ડોકટરો નર્સ તેમજ સ્ટાફનું સન્માન કરવામાં આવેલ.

(10:35 am IST)