Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ભાવનગરમાં ટ્રાફિક પોલીસ બાઇક ચાલક વચ્ચે મારામારી

ભાવનગર તા. ર૭ :.. ભાવનગર શહેરમાં ટ્રાફીક પોલીસ અને વાહન ચાલક વચ્ચે મારામારી થતાં ચર્ચા જાગી હતી.

વિગતો મુજબ શહેરના મોતીબાગ રોડ પર ટ્રાફીક પોલીસ અને બાઇક ચાલક વચ્ચે બોલચાલી થતાં મારામારી થતાં સ્થળ પર લોકોનાં ટોળા એકઠા થયા હતાં. અને અનેક ચર્ચા જાગી હતી. મોતીબાગ રોડ પર ફરજ બજાવતા ટ્રાફીક પોલીસના હે. કો. ભરતભાઇ ધરમશીભાઇ જાંબુયાએ આ અંગે રણવીરસિંહ દિલુભા નામના બાઇક ચાલક વિરૂધ્ધ એવા મતલબથી ફરીયાદ નોંધાવી છે કે આ બાઇક ચાલક ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરતા હતાં ત્યારે તેને અટકાવતા તે ઉશ્કેરાયો હતો અને તેના પગ પર પોતાની વાહન ચલાવી ઇજા પહોંચીડી હતી. આથી બોલાચાલી થતાં ઝપાઝપીમાં ઇજા કરી ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી ધમકી આપી હતી.

જયારે સામા પક્ષે રણવીરસિંહ દિલુભા એ હે. કો. ભરતભાઇ જાંળુયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના ઉપર હૂમલો કરી ઢોર માર માર્યો હતો. આ અંગે સી ડીવીઝન પોલીસે બન્ને ફરીયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(11:00 am IST)