Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મોરબીની મહેન્દ્રનગર ચોકડી સહીત બે સ્થળેથી શંકાસ્પદ શખ્શો ઝડપાયા.

મોરબી બી ડીવીઝન અને મોરબી તાલુકા પોલીસે રાત્રીના અંધકારમાં મિલકત સંબંધી ગુન્હો કરવાના ઈરાદે રખડતા બે શખ્શોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે મહેન્દ્રનગર ચોકડી નજીકથી આરોપી પર્વત સરદારભાઈ પરમાર (ઉ.વ.૩૬) ( રહે જૂની પીપળી તા. મોરબી વાળા) ને રાત્રીના અંધારામાં બંધ દુકાનોના તાળા ફંફોસતો ઝડપી લીધો હતો જયારે તાલુકા પોલીસ ટીમે પીપળીયા ચાર રસ્તા પાસેથી આરોપી અનીલ વનુભાઈ માલણીયાત (ઉ.વ.૩૦) (રહે લીલાપર રોડ મોરબી વાળા) ને રાત્રીના અંધારામાં કોઈ મિલકત વિરોધી ગુનો કરવાના ઈરાદે રખડતો મળી આવ્યો હોય જે બંને ઈસમો વિરુદ્ધ પોલીસે જી પી એક્ટની કલમ 122 સી મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

(11:13 am IST)