Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મોરબી કલેકટર કચેરીમા કર્મચારીઓએ આમુખનું વાંચન કર્યું.

મોરબી : મોરબી :  કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલની આગેવાની હેઠળ શુક્રવારના રોજ બંધારણ દિવસ નિમિત્તે કલેકટર કચેરીના સૌ કર્મચારીઓ આમુખનું વાંચન કર્યુ હતું.
કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીખીલભાઇ જોષીએ ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓએ આમુખનું વાંચન કરાવ્યું હતું   બંધારણ દિવસ  નિમિત્તે  આમુખ વાંચન કાર્યક્રમમાં જિલ્‍લા કલેકટર જે.બી.પટેલ ઉપરાંત, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર સહિત જિલ્‍લા કલેકટર કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:54 am IST)