Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મોરબીથી ગુમ થયલો યુવાન ફરવા ગયો હતો પાછો આવતા પરિવાર પોલીસે રાહતનો શ્વાસ લીધો.

મોરબી :મોરબીના નવલખી રોડ ઉપરના લાયન્સનગરમાં રહેતા રાજેશભાઈ દેવજીભાઈ  પરમાર નામના યુવાને  પોલીસમાં નોધ કરવી હતી કે તેનો નાનો ભાઈ  વિનોદ  દેવજીભાઇ  પરમાર (ઉમર ૨૮) ઘુની સ્વભાવનો હોય અને ગત તારીખ ૧૦-૯ ના સવારે સાતેક વાગ્યે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ તેનો પત્તો ન લાગતાં વિનોદ દેવજીભાઇ પરમાર ગુમ થયો હોવાની જાહેરાત કરી હતી જેથી પોલીસે ગુમસુધા નોંધ કરીને વિનોદ પરમારની શોધખોળ હાથ ધરી  દરમ્યાન હાલમાં આ યુવાન હેમખેમ મળી આવ્યો છે અને તે મોરબીથી ઉતરાખંડ અને વૈષ્ણવ દેવી ફરવા માટે જતો રહ્યો હતો અને ત્યાં તેનો મોબાઈલ ખરાબ થઈ ગયો હોવાથી તે પોતાના પરિવારજનોના સંપર્કમાં ન હતો તેવું જાનવ મળ્યું છે જેની વધુ તપાસ એ.એસ.આઈ વી.ડી.મેતા ચલાવી રહ્યા છે.

(11:15 am IST)