Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

જોડિયામાં આમરણમાં વડેરા પરિવાર આયોજિત ભાગવત કથામાં 'રૂક્ષ્મણી વિવાહ' ઉજવાયો : સાંજે કથાની પૂર્ણાહુતિ

 વાંકાનેર :જોડિયા તાલુકાના આમરણ ખાતે વડેરા શેરી, દાવલસા વાસમાં આવેલ વડેરા પરિવાર ના કુળદેવી શ્રી ભવાની માતાજીનું મંદિર આવેલું છે જયાં 'સમસ્ત વડેરા પરિવાર' દ્વારા 'માં ભગવતી શ્રી રાંદલ ભવાની માતાજી તથા શ્રી દ્વારકાધીશ ભગવાન તથા સુરાપુરાદાદા તથા પ.પૂ, સદગુરૂદેવશ્રી રણછોડદાસજી મહારાજશ્રીની અસીમ કૃપાથી સર્વે વડેરા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે તા, ૨૧ મીથી તા, ૨૭ શનિવાર સુધી 'શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સપ્તાહ' મોક્ષ કથાનું ભવ્ય મંગલ આયોજન કરવામાં આવેલ હતું જે કથામાં ચિત્રકૂટના સુપ્રસિદ્ઘ વકતા પ.પૂજય શ્રી શ્યામસુંદરજી મહારાજશ્રીએ પોતાની મધુર વાણી સાથે કથાનું રસપાન કરાવેલ જે કથામાં દરેક ઉત્સવો ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાયેલ હતા જેમાં કથામાં ગઈકાલે તા, ૨૬ મીના શુક્રવાર ના રોજ 'રૂક્ષ્મણી વિવાહ' અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાન, અને રૂક્ષમણીના વિવાહ ધામધૂમથી યોજાયેલ હતા આ પ્રંસગે સમગ્ર વડેરા પરિવારના સહ પરિવારજનોને આ દિવ્ય ઉત્સવનો લાભ લીધેલ હતો તેમજ ગઈકાલે કથામાં જોડિયાના ભવાની રાંદલ માતાજી મંદિરના ભકતજન તેમજ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના અનન્ય સેવક શ્રી હિરેનભાઈ રાજુભાઈ વડેરા, મીનાબેન વડેરા, તેમજ જયોતિબેન શનિભાઈ વડેરા, મહેશભાઈ વડેરા વગેરેએ શાસ્ત્રીજી ના દર્શન અને રૂક્ષમણી વિવાહ નો લાભ લીધેલ તેમજ પ.પૂ.વકતા શ્રી શ્યામસુંદરજી મહારાજશ્રી ના આશીર્વાદ મેળવેલ હતા ગઈકાલે કથામાં રૂક્ષમણી વિવાહ હોય દૂર દૂર થી વડેરા પરિવાર ના સૌ સહ પરિવાર કથામાં આવીને ધર્મ લાભ લીધેલ હતો જે કથાની આજે શનિવારના રોજ દશાશ શાંતિ યજ્ઞ સાથે કથા માં 'સુદામા ચરિત્ર' સાથે આજે સાંજે કથાની પુર્ણાહુતી થશે જે યાદી સમસ્ત વડેરા પરિવારવતી જોડિયાના હાલ રાજકોટ શ્રી હિરેનભાઈ વડેરા તથા મહેશભાઈ શનિભાઈ વડેરા તથા હિતેશ રાચ્છ ની યાદીમાં જણાવાયું છે.

(11:47 am IST)