Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

તાલાલામાં ખુન કેસનાચાર આરોપી ઝડપાયા

સોમનાથ તા. ર૭ :.. તાલાલા પોલીસ સ્ટેશનના ગુ. ર. નં. ૧૧૧૮૬૦૦૭ર ૧૦પપ૩-ર૦ર૧ આઇ. પી. સી. કલમ ૩૦ર, ૩ર૩, ૧૧૪ મુજબનો ગુન્હો તા. રપ-૧૧-ર૦ર૧ ના રોજ રાત્રીના તાલાલા નગરસંગ ટેકરીમાં આવેલ ખોડીયાર ગરબી ચોકની બાજુમાં ક્રિષ્ના ખમણવાળા કીશોરભાઇના મકાનની સામે ચોકમાં બનેલ હોય જે ગુન્હાના ફરી, અલ્પેશભાઇ પીતાંબરભાઇ લાડવા રહે. હડમતીયા તા. તાલાલા વાળા હોય જે ગુન્હામાં શકદાર આરોપીઓ તરીકે (૧) ફેજલભાઇ ઉર્ફે રફતાર રજાકભાઇ મજગુલ તથા (ર) સલીમભાઇ ઉર્ફે ઇરફાનભાઇ રહીમભાઇ ભટ્ટી તથા નં. ૩ ઇમરાનભાઇ રહીમભાઇ ભટ્ટી તથા નં. ૪ આકાશભાઇ વાસુદેવભાઇ વ્યાસ રહે. ચારેય તાલાલા વાળાઓનું નામ આવતા તેઓને તાલાલા પો. સ્ટે. લાવી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતા જણાવેલ કે આ કામના આરોપીઓ ચોકમાં ઉભેલ હોય અને ધવલભાઇ ગાળો બોલતા હોય જેથી સમજાવતા જે બાબતે બોલાચાલી થતા શરીરે ઢીકાપાટુની મુઢ માર મારી મરણજનારને નીચે પછાડી દઇ  ગંભીર જીવલેણ ઇજાઓ કરી જાનથી મારી નાખી નાસી ગયેલ.

જેથી ટકેનીકલ શોર્સની મદદથી તથા યોગ્ય પુરાવા એકત્રીત કરી શકદાર આરોપીઓ તરીકે તાલાલા પો. સ્ટે.ના પોલીસ સ્ટાફ તથા ગીર સોમનાથના એલ. સી. બી. ની ટીમે સંયુકત રીતે અલગ - અલગ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં પકડી લઇ ઉપરોકત ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓની  ધોરણસર અટક કરેલ છે. અને આ સમગ્ર કામગીરીમાં તાલાલા સી. પી. આઇ. પો. ઇન્સ. શ્રી એમ. યુ. મસી તથા એલ. સી. બી. પો. ઇન્સ. વી. યુ. સોલંકીની મદદથી તથા પોલીસ ઇન્સ્પેકટર કે. એચ. ચૌધરી તથા પો. સબ. ઇન્સ. એમ. કે. મકવાણાની સુચના મુજબ પો. હેડ કોન્સ. કે. આર. કારીયા તથા પો. હેડ કોન્સ. વિનોદભાઇ ગોહીલ તથા પો.  હેડ કોન્સ. જે. ડી. પરમાર, પો. હેડ કોન્સ. ધવલભાઇ મહેતા તથા પો. કોન્સ. મહેશભાઇ સોસા. તથા પો. કોન્સ. કલ્પેશભાઇ વાઢેર નાઓ તથા એલ. સી. બી. ગીર સોમનાથની સંયુકત કામગીરીમાં સાથે હતા અને હાલ આ ગુન્હાની તપાસ પો. સબ. ઇન્સ. એમ. કે. મકવાણા ચલાવી રહ્યા છે. 

(11:47 am IST)