Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

દ્વારકા જિલ્લાની કાનૂની સત્તા સેવા મંડળ દ્વારા આમુખનું વાંચન :

 દેવભૂમિ દ્વારકા : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ – દેવભૂમિ દ્વારકા દ્વારા બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાની તમામ અદાલતોમાં આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ અદાલતના ન્યાયધીશશ્રીઓ, વકીલો અને કર્મચારીઓ તથા પેરા લીગલ વોલેન્ટયર્સએ પણ ભાગ લીધો હતો. વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી–ખંભાળીયાના સંકલન દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ પણ આમુખનું વાંચન કરી બંધારણીય મૂલ્યો પ્રત્યે વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. 

(11:49 am IST)