Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

પોરબંદર જીલ્લા ગ્રા.પં.ની ચૂંટણીના વર્ગ-૩ના કર્મચારીઓની નોડલ ઓફીસર તરીકે નિમણુંકો!

ચૂંટણી વ્યવસ્થામાં છબરડા અંગે ચૂંટણી પંચમાં ફરીયાદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૭: ગ્રામ પંચાયતની ચૂંટણીની વ્યવસ્થામાં છબરડા થયા છે. ગ્રામ પંચાયતની  ચૂંટણી વ્યવસ્થામાં નિમણુંકમાં વર્ગ-૩ના કર્મચારીઓને નોડલ ઓફીસર તરીકે ફરજ સોંપાતા છબરડો બહાર આવ્યો છે.

પ્રાંત અધિકારીએ જાહેર કરેલ નિમણુંક પત્રોમાં સામે જાગૃત નાગરીકે યોગેશભાઇ ભાદ્રેચા લેખીતમાં તંત્રને ફરીયાદ કરતા ચૂંટણી વ્યવસ્થામાં છબરડો બહાર આવ્યો છે. 

(11:54 am IST)