Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ગોંડલના રીબડા નજીક પ્રેમીકાને પતાવી દેનાર રાજકોટના સંદીપ સગપરીયાના રીમાન્ડ મંગાયા

રાજકોટ, તા. ૨૭ :. ગોંડલના રીબડા પાસે પ્રેમીકાને પતાવી દેનાર પ્રેમીને પોલીસ આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરનાર છે.

ગોંડલના રીબડા પાસે અજાણી યુવતીની હત્યા કરાયેલ હાલતમા લાશ મળ્યા બાદ આ યુવતી રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતી સાજેદા ઉર્ફે સંજના (ઉ.વ.૨૦) હોવાનું અને તેને તેના પ્રેમી સંદીપ છગનભાઈ સગપરીયા રહે. રઘુવીર સોસાયટી-૫, સહકારી સોસાયટી રાજકોટએ પતાવી દીધાનું ખુલતા રાજકોટ ક્રાઈમ બ્રાંચે સંદીપને દબોચી લઈ ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. પકડાયેલ સંદીપે પ્રેમીકા સાજેદાના ચારિત્ર્ય પર શંકા કરી બાઈક પર રીબડા લઈ જઈ ગળેટૂપો આપી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દીધાની કબુલાત આપી હતી.

પકડાયેલ સંદીપને ૭ દિવસની રીમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરાનાર છે. રીમાન્ડ મળ્યા બાદ વધુ પૂછપરછ હાથ ધરાશે તેમ તાલુકાના પીએસઆઈ એમ.જે. પરમારે જણાવ્યુ હતું.

(11:56 am IST)