Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વિંછીયામાં વકીલ કિશોરભાઈ કણોતરાને રસીક રોજાસરાએ માર મારી ધમકી આપી

વાહન અકસ્માત બાબતે ડખ્ખો થતા રસીકે પોતે વિંછીયાનો ડોન હોવાનું કહી પોલીસમાં ફરીયાદ ન કરવાનું કહી તૂટી પડયો

રાજકોટ, તા. ૨૭ :. વિંછીયા પાસે વાહન અકસ્માત બાબતે ડખ્ખો થતા વકીલને માર મારી ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ થઈ છે. વિંછીયામાં બોટાદ રોડ પર રહેતા વકીલ કિશોરભાઈ રસીકભાઈ કણોતરા વિંછીયા ઓરી રોડ ઉંપર કાર લઈને જતા હતા ત્યારે ટ્રેકટર સાથે અકસ્માત થતા ટ્રેકટરના ચાલક રસીક સોમાભાઈ રોજાસરા રહે. વિંછીયાએ અકસ્માત બાબતે બોલાચાલી કરી વકીલ કિશોરભાઈને ઢીકાપાટુનો માર મારી છરી બતાવી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે વકીલ કિશોરભાઈએ રસીક સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ કરતા હેડ કોન્સ. એ.એસ. મેરએ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત વકીલ કિશોરભાઈએ જણાવ્યુ હતુ કે અકસ્માત બાદ રસીક રોજાસરાએ પોતે વિંછીયાનો ડોન હોવાનું કહી પોલીસમાં ફરીયાદ ન કરવાનું કહી માર મારી ધમકી આપી હતી.

 

(12:19 pm IST)