Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

જામનગરનાં આંબરડીમાં બિમારીથી કંટાળીને યુવક અને ખટીયા બેરાજામાં વૃધ્ધાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: જામજોધપુર તાલુકાના આંબરડી ગામે રહેતા નીખીલભાઈ દેવશીભાઈ સોલંકી, ઉ.વ.ર૪ એ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૬–૧૧–ર૦ર૧ ના આ કામે મરણજનાર દેવશીભાઈ હમીરભાઈ સોલંકી, ઉ.વ.પ૦, રે. ડેરી આંબરડી ગામ, તા.જામજોધપુરવાળા માનસીક બિમાર હોય અને માનસીક બીમારીની દવા ચાલુ હોય જેથી આ બિમારીથી કંટાળી જઈને ધ્રાફા ગામની સાત વડલાની સીમ પોતાની ખેતીની જમીને મરણજનાર દેવશીભાઈ એ પોતાના હાથે ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

 લાલપુર તાલુકાના ખટીયા બેરાજા ગામે રહેતા રેખાબેન ઉમેશભાઈ નારણભાઈ બકરાણીયા, ઉ.વ.૪પ એ મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩–૧૧–ર૦ર૧ના આ કામે મરણજનાર જોશનાબેન પ્રવિણભાઈ નારણભાઈ બકરાણીયા, ઉ.વ.૬૦, રે. ખટીયા બેરાજા તા.લાલપુરવાળા એ પોતાના રહેણાક મકાને કોઈ પણ રીતે તથા કોઈપણ કારણોસર સળગી જતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં હતા તા.રપ–૧૧–ર૦ર૧ના ૧૪/૦૦ કલાકે મરણ થયેલ છે.

રહેણાક મકાનમાં હાથફેરો કરતો તસ્કર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શ્વેતાબેન કાસીશ્વર પ્રફુલરંજન મુખોપાઘ્યાય, રે. શીવમ પાર્ક, શીવમ ટેનામેન્ટ શેરી નં.૪, મકાન નં.૯, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૧૧–ર૦ર૧ ના ફરીયાદી શ્વેતાબેનના રહેણાક મકાનના દરવાજાના નકુચા તથા તાળા તોડી કોઈ ત્રણ અજાણ્યા ચોર ઈસમ ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ લોખંડના કબાટનું તાડુ તોડી તીજોરીમાં રહેલ રોકડા રૂ.૧પ૦૦૦/– તથા સોનાની કાનની બુટીની જોડી –ર તથા વીટી નંગ–ર, જેનો વજન આશરે એક તોલુ જેની આશરે કિંમત રૂ.૩૬,૦૦૦/– મળી કુલ કિંમત રૂ.પ૧૦૦૦/– ના મુદામાલ ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

અંધાશ્રમ ફાટક પાસે જુગાર રમતી સાત મહિલા સહિત દશ ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવીભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૧–ર૦ર૧ ના અંધાશ્રમ ફાટક પાસે, દવાબજાર કોલોની શેરી નં.૧, જામનગરમાં આરોપીઓ હેમુબા ઉર્ફે હેમકુવરબા હનુભા જાડેજા, હમીદાબેન હુશેનભાઈ બ્લોચ, જુબેદાબેન ઈસ્માઈલભાઈ પીંજારા, ઈલાબા મહીપતસિંહ જાડેજા, સંઘ્યાબેન વિજયભાઈ પરમાર, પુજાબેન ધર્મેન્દ્રભાઈ આંબલીયા, ભુપતસિંહ મુળભા જાડેજા, કારૂભા માનસંગ જાડેજા, મહીપતસિંહ મુળજી જાડેજા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૪પ૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૧–ર૦ર૧ ના ગુલાબનગર, હુશેની ચોક, પીરની દરગાહ પાસે, જામનગરમાં આરોપી અહેમદ અબ્દુલભાઈ ચગદા,  રે. જામનગર વાળા વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા વર્લીમટકાના આંકડા લખેલ સ્લીપ તથા રોકડા રૂ.૪૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી છરી બતાવી

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ ઉર્ફે વિજલો કેશુભાઈ વરાણીયા, ઉ.વ.૩૬, રે. શંકર ટેકરી, સુભાષપરા શેરી નં. ર, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૧–ર૦ર૧ ના સુભાષપરા, શેરી નં.ર, ભાણુભાની વાડી પાસે, જામનગરમાં આરોપી નજીર ઉર્ફે નાજલો નુરમામદ ઘોઘા, રે. જામનગરવાળાનો મીત્ર મહમદ હુશેન સાથે ફરીયાદી વિજયભાઈને થોડાક દિવસ પહેલા માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી તથા આ કામના આરોપી નજીર ઉર્ફે નાજલો ના મિત્રને દવાખાનાનો ખર્ચ લેવા માટે ફરીયાદી વિજયને છરી બતાવીને ફરીયાદી  વિજયભાઈએ ગળામાં પહેરેલ સોનાનો ચેઈન ખેચવાની કોશીષ કરીને બે ફામ ગાળો બોલીને છરી બતાવીને પાછળ દોડીને લતામાં નો રહેવા માટે  અને ઘર ખાલી કરવાની જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

દિ.પ્લટ–૪૯માં દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૧–ર૦ર૧ ના દિ.પ્લોટ–૪૯, ના ખુણે મામા ના મંદિર પાસે, જાહેર રોડ પર આ કામના આરોપી બસીર અબ્બાસભાઈ બાબવાણી, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જાના મોટરસાયકલ હિરો હોન્ડા સ્પેલન્ડર જેના રજી.નં. જી.જે.–૧૦–બી.એલ.–ર૧૯૧ ની કિંમત રૂ.૧પ,૦૦૦/– માં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૧પ,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:47 pm IST)