Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

જીરા આંબા, ભમર, વીજપડીનો પુલ મંજુર કરાવતા સાંસદ કાછડીયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૭: અમરેલી જિલ્લા સાંસદ નારણભાઇ કાછડીયાએ નવી આંબરડી અને ખોડીયાણા રોડ અને ધાતરડી નદી ઉપર ,જીરા આબા, ભમર, વીજપડી રૂપિયા-૧૨ કરોડના ખર્ચ પુલ સરકારમાંથી પાસ કરાવતા મહેનત રંગ લાવી છે.

આ પુલ માટે આંબરડી ગામ સહકારી આગેવાન દીપકભાઈ માલાણી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા અને જિલ્લા પંચાયત સભ્ય, અનીક્ષાબેન રાહુલભાઈ રાદડિયા, ભીખાભાઈ ધોરાજીયા, લાલભાઈ મોર, શરદભાઈ ગોદાણી અને જિલ્લા બાધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ, સા.કુ તાલુકા પંચાયતના પ્રમુખ અંનીતાબન લલીતભાઈ બાળધા, અને બધાએ ભેગા મળી દરખાસ્ત કરાવી ઉપરોકત આગેવાનોની મહેનતને કારણે મંજુર થયેલ છે જેથી નવી આંબરડી અને ખોડીયાણા, ભમર, વીજપડી, જીરા, આબા ગામના લોકો નારણભાઇ સહિત અમરેલી જિલ્લા ભાજપ ના અને બધા આગેવાનોનો આભાર વ્યકત કરે છે.

જીવનભાઈ વેકરીયા સા.કુ તાલુકા ભાજપ પ્રમુખ નીતીનભાઈ નગદયા મહામંત્રી તાલુકા ભાજપ તથા ચેતનભાઈ માલાણી મહામંત્રી તાલુકા ભાજપ તથા સા.કુ ભાજપ પરીવાર સાંસદ  પદાધિકારીઓ અને સરકાર શ્રીનો આભાર વ્યકત કરે છે તેમાં સતીષ મહેતાની યાદીમાં જણાવેલ હતું.

(12:50 pm IST)