Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે મોરબીમાં ભાદરવી પૂનમથી મોરારીબાપુની રામકથા.

મોરબી કબીરઘામ સામે 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર રામકથા યોજાશે

 મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતનો મોક્ષર્થે આગામી તા.30 સપ્ટેમ્બર 2023ને ભાદરવી પૂનમના દિવસથી મોરબીમાં મોરારીબાપુના શ્રીમુખે રામકથા યોજાશે.
30 ઓક્ટોબરના ગોઝારા દિવસે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોનો ભોગ લેવાયો હતો, દુર્ઘટના બાદ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલ શ્રદ્ધાંજલિ સભામાં મોરબી ખાતે રામકથા યોજવા મોરારીબાપુએ જાહેર કર્યું હતું કે, દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પહેલા તેઓ મોરબીમાં કથા યોજાશે.
દરમિયાન મોરબી કબીર આશ્રમના શિવરામદાસ બાપુએ જણાવ્યું હતું કે, મોરબી બાપુના શ્રીમુખે આગામી તા.30 સપ્ટેમ્બર 2023 એટલે કે ભાદરવી પૂનમથી 8 ઓક્ટોબર દરમિયાન મોરબી કબીરઆશ્રમ સામેની જગ્યામાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષર્થે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

(10:48 pm IST)