Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

અનુસાર શક્તિપીઠ પાવગઢમાં દર્શનાર્થે આવતા માઇભક્તોને મતદાન અંગે જાગૃત કરવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો: મતદાન અંગે જાગૃત્ત કરવા મંદિરના ટ્રસ્ટ દ્વારા બેનર્સ લગાવામાં આવ્યા

બેનરમાં લખવામાં આવ્યું કે "લોકશાહીના પર્વમાં તા. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ મતદાન કરવાનું ચૂકશો નહી, મતદાન કરો અને તમારી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવો"

પાવાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં લોકોને જુદી જુદી રીતે મતદાનને સંદેશ આપવામાં આવી રહ્યો છે. અને તેમાં જાગૃક નાગરિકો અને કેટલાક ટ્રસ્ટ દ્વારા પણ મતદાન અંગે લોકોને જાગૃત કરવાના આ અભિયાનમાં સાથ આપી રહ્યા છે. લોકો આ લોકશાહિના અવસરમાં અચૂક જોડાય તેના માટે યાત્રાધામ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા પણ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શક્તિપીઠ પાવગઢમાં દર્શનાર્થે આવતા માઇભક્તોને મતદાન અંગે જાગૃત કરવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પાવાગઢમાં દર્શનાર્થે આવતા માઈ ભક્તોને પણ મતદાન અંગે જાગૃત્ત કરવા મંદિરના ટ્રસ્ટ દ્વારા બેનર્સ લગાવામાં આવ્યા છે. મંદિરે જવાના માર્ગ ઉપર વિવિધ જગ્યાઓએ બેનર પોસ્ટર લગાવીને મતદાન જાગૃતિ અભિયાનનો એક ભાગ મહાકાળી મંદિર ટ્રસ્ટ પણ બન્યું છે. નીચે તળેટીથી મહાકાળી મંદિર સુધી અસંખ્ય બેનર લગાવી માઇ ભક્તોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે "લોકશાહીના પર્વમાં તા. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ મતદાન કરવાનું ચૂકશો નહી, મતદાન કરો અને તમારી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવો" આમ મંદિર ટ્રસ્ટે મંદિર પરિસર ઉપરાંત આસપાસથી મંદિરના રૂટ પર પણ જાહેર બેનર્સ લગાવવીને મતદારોને મતદાન અંગેનો સંદેશ આપ્યો છે. મહત્વનું છે કે શક્તિપીઠ પાવગઢમાં દર્શનાર્થે રોજ અસંખ્ય ભક્તો આવતા હોય છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અંગેના પોસ્ટરો લગાવી લોકોને અચૂક મતદાન કરવા માટે અપિલ કરવામાં આવી છે.

(3:39 pm IST)