Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ભાવનગર શહેરના ભાવનગર પૂર્વ બેઠક પર ગુજરાત વિધાનસભાની થીમ ધરાવતું બુથ ઊભું કરાશે

મતદાર વિધાનસભાની અંદર પ્રવેશી મતદાન કરતા હશે તેવો અહેસાસ કરશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: વિધાનસભા સામાન્ય ચૂંટણી  અંતર્ગત ભાવનગર જિલ્લામાં આવેલ સાત વિધાનસભા બેઠકો પર થીમ વાઇઝ બુથ તૈયાર કરી અનોખી પહેલ કરવામાં આવી છે. જે પૈકીની ૧૦૪- ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ગુજરાત વિધાનસભાની થીમ આધારીત મતદાન મથક ઉભુ કરવામાં આવનાર છે.
આ મતદાન મથક ભાવનગર શહેરના ભરતનગરમાં આવેલ શાળા નં.-૭૬ ખાતે ૧૨ x ૧૨ ઘુંમટ સાથે વચ્ચે ૭ x ૫.૩ જગ્યાનું ઘુમ્મર સાથેનું ગુજરાત વિધાનસભાની થીમ આધારિત મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવનાર છે.
આ મતદાન કેન્દ્રની વિશેષતા એ રહેશે કે મતદાર પોતે મતદાન કરવા આ કેન્દ્રમાં પ્રવેશ કરશે ત્યારે ગુજરાત વિધાનસભા માં પ્રવેશી પોતે પોતાના ધારાસભ્યોને માટે મતદાન કરી રહ્યા હોય તેવો અહેસાસ કરાવતી આ થીમ ઊભી કરવામાં આવનાર છે. લોકોને આ થીમ થકી મતદાન કરવા આકર્ષવા આ નવિનતમ પહેલ હાથ ધરવામાં આવી છે.

(7:50 pm IST)