Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

મોરબી : કસુવાવડ થતા મહિલાનો જીવ જોખમમાં મુકાયો, રાત્રે ૨ વાગ્યે લોહી આપી નવજીવન આપ્યું.

મોરબીના વતની એવા પરબતભાઈ ડેલવાડિયાના પત્ની રાધાબેનને કુશુમબેન દોષી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ આવ્યા હોય જ્યાં તેમને કસુવાવડ થતા તાત્કાલિક ઓપરેશન માટે બી પોઝીટીવ ફ્રેશ બ્લડની જરૂરિયાત ઉભી થઇ હતી જેથી યુવા આર્મી ગ્રુપના સભ્યોએ રાત્રીના ૨ વાગ્યે લોહી આપી માનવતા મહેકાવી હતી
યુવા આર્મી ગ્રુપના સભ્યો કુલ્દીપ્ભાઈ દેસાઈ, ભાર્ગવભાઈ અગ્રાવત અને મનીષભાઈ પટેલ રાત્રીના ૨ વાગ્યે સંસ્કાર બ્લડ બેંક પહોંચી લોહીની જરૂરિયાત પૂર્ણ કરી હતી કસુવાવડ થઇ હોવાથી બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું અને તાત્કાલિક ઓપરેશન ના કરાય તો સગર્ભા સ્ત્રીનો જીવ જોખમમાં મુકાય તેમ હતો જેથી યુવા આર્મી ગ્રુપના સભ્યોએ તાત્કાલિક લોહી પહોંચાડી મહિલાને નવજીવન આપ્યું હતું
યુવા આર્મી ગ્રુપ‌ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્ય મા‌ જોડાવવા માટે કે કોઈને બ્લડની ઈમરજન્સી જરૂરીયાત સમયે હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી શકો છો.

(10:27 pm IST)