Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

મોરબીના રવાપર રોડ પરથી બાઈક ચોરી થયાના ૧૦ દિવસ બાદ ફરિયાદ.

મોરબી શહેરના રવાપર રોડ પરથી ગત તા. ૧૬ ના રોજ બાઈક ચોરી થયું હોય જે બનાવ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
  મોરબીના ઉમિયા સર્કલ પાસે ઉમિયાનગર સોસાયટી ૨ માં હ્રેતા નીલેશભાઈ મોહનભાઈ ગરચર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૧૧ ના રોજ રવાપર રોડ પર સીસી પડદાવાળી શેરીમાં તેમનું બાઈક જીજે ૦૩ એફસી ૬૮૬૯ કીમત રૂ ૨૨,૦૦૦ વાળું રાખેલ હોય જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાઈક ચોરીના બનાવ મામલે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(10:33 pm IST)