Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મોરબી એસપી, ડીવાયએસપી અને એસીબી પીઆઇને મળ્યો ડીજીપી કમાન્ડેશન ડિસ્ક એવોર્ડ.

કરાઈ ખાતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ત્રણેય અધિકારીઓનું સન્માન

 મોરબી :  રાજ્યના પોલીસ વડા દ્વારા મોરબી એસપી, ડીવાયએસપી અને એસીબી પીઆઈનું ડીજીપી કમાન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. જેનાથી મોરબી જિલ્લા પોલીસમાં ખુશીનો માહોલ છવાયો છે.

રાજ્યમાં પોલીસ અધિકારી કર્મચારીની સારી કામગીરી બિરદાવવા માટે ડીજીપી એવોર્ડ આપી સન્માનિત કરવામા આવે છે. અગાઉ શિવાનંદ ઝા દ્વારા એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી. ત્યારે રાજ્યમાં આ વખતે ડીજીપી આશિષ ભાટિયા દ્વારા કરાઈ ખાતે ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર રાજ્યના 110 અધિકારીઓને ડીજીપી કમાન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા છે.
જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા અને એસીબી પીઆઈ જે.એમ. આલનું ડીજીપી કમાન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માન કરવામા આવ્યું છે. આ સાથે હાલના રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ,વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ, રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડનું પણ સન્માન કરાયું છે.

(12:43 am IST)