Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે શિક્ષણ સંસ્થાઓ સાથે લોકદરબાર

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૨૮ : ધ્રોલ શ્રી હરધ્રોલ હાઈસ્કુલ ખાતે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતા હેઠળ એક લોકદરબારનુ આયોજન કરેલ હતુ જેમા આગેવાનો દ્વારા શાળા/કોલેજોની વિદ્યાર્થીનીઓની સુરક્ષા અંગે રજુઆત કરેલ હતી જે અનુસંધાને આજરોજ તારીખ-૨૭/૦૧/૨૦૨૩ ના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ધ્રોલ ટાઉનની તમામ સ્કુલ/કોલેજના પિન્સીપાલ તથા સ્કુલના શિક્ષકો તેમજ તેમના સંચાલકોની મિટિંગ રાખવામા આવેલ. જે મિંટિંગમા સ્કુલ/કોલેજના કેમ્પસની આજબાજુમાં બસ સ્ટેન્ડ, તેમજ એસ.ટી. બસ કે ખાનગી વાહનોમાં તથા સ્કુલ/કોલેજથી બસ સ્ટેન્ડ સુધી વિદ્યાર્થીનીઓના આવવા-જવાના રોડ પર કોઇપણ આવારા તત્વો,રોમીયોગીરી કરતા તત્વો દ્વારા કોઇ હેરાનગતિ કરતા હોય તો તેની ધ્રોલ પોલીસ સ્ટેશનને જાણ કારવી તેમજ ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા અલગ-અલગ ખાનગી કપડામાં પોલીસની ટિમો બનાવી સ્કુલ/કોલેજના કેમ્પસ,રોડ ઉપર તેમજ બસ સ્ટેન્ડ ખાતે પેટ્રોલીંગ કરવામાં આવે છે.

જેમા આવા કોઇપણ આવારા તત્વો કે રોમીયોગિરી કરતા ઈસમો મળી આવ્યે પકડી કડક કાર્યવાહી કરવામા આવે છે.તેમજ સ્કુલ/કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા, સ્વરક્ષણ તેમજ મહિલા લગત કાયદાકીય જાગૃતતા આવે તે અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં લ્ણ્ચ્ ટીમની રચના કરવામાં આવેલ હોય જે લ્ણ્ચ્ ટીમમાં મહિલા પોલીસ કર્મચારી તથા પુરૃષ કર્મચારીઓ દ્વારા સ્કુલ/કોલેજમાં સેમીનાર કરવામાં આવે છે. અને ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયા પણ આવારા તત્વો કે રોમીયોગીરી કરતા ઈસમો જોવામાં આવે છે તેને પકડી કાયદેસરની કડક કાર્યવાહી કારવામા આવે છે જેથી ધ્રોલની સ્કુલ/કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને સ્કુલ/કોલેજના કેમ્પસ,કે રોડ પર કે બસ સ્ટેન્ડમાં કયાય પણ કોઇ આવારા તત્વો કે રોમીયોગીરી કરતા તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય તો કોઇ પણ જાતના ડર વગર ધ્રોલ પોલીસ સ્ટેશનના ફોન નં-૦૨૮૯૭૨૨૨૦૩૩ તેમજ શી ટીમના ઈન્ચાર્જ ખ્લ્ત્ જયશ્રીબેન અગ્રાવતના મો.નં-૯૧૦૬૨૩૦૨૩૭ પર સંપર્ક કરવા ધ્રોલની જનતાને અપીલ કરવામાં આવે છે.અને આપની ફરિયાદ અનવ્યે પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

(1:43 pm IST)