Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મોરબી પાલિકાના વોર્ડ નંબર 10ના ચારેય સુધરાઇ સદસ્યોએ એમ્બ્યુલન્સ સ્વખર્ચે બનાવી. સેવામાં મુકી

મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 10ના ચૂંટાયેલા સદસ્યોએ મોરબીના નગરજનો માટે સ્વખર્ચે એમ્બ્યુલન્સ બનાવી અર્પણ કરી છે.
મોરબી નગરપાલિકાના વૉર્ડ નં. 10ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરોને એક સ્તુત્ય વિચાર આવ્યો કે કોરોના સંક્રમિત દર્દીની સેવા માટે એમનો પરિવાર વાહન માટે દોડાદોડી કરતો હોય છે એમને એમ્બ્યુલન્સની સેવા વિનામૂલ્યે- નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવીએ તો કેમ? જેથી શીતલબેન ચતુરભાઈ દેત્રોજા, નરેન્દ્રભાઈ પરમાર મેઘાબેન દિપકભાઈ પોપટ અને કેતનભાઈ વિલપરા એમ ચારે પ્રતિનિધિઓએ સ્વખર્ચે એમ્બ્યુલન્સ બનાવી અને તેનું લોકાર્પણ કર્યું છે.
મોરબીના જે દર્દી કે તેમના રિલેટીવ્સને આ એમ્બ્યુલન્સની જરૂરીયાત હોય તેમને આ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ થશે દર્દી કે તેમના સગા સંબંધીઓને જરૂર પડે તો ઉપર પૈકીના કોઈ પણ સદસ્યનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આ સુવિધા માટે કોઈએ કોઈ પણ ચાર્જ આપવાનો રહેશે નહી.

(10:03 pm IST)