Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ઉના : તળાવના ખોદકામમાં માટીને બદલે માઇનિંગ નીકળતા કામ બંધ કરાવ્યું

(નીરવ ગઢિયા દ્વારા) ઉના તા. ૨૮ : ઉમેજ ગામના તળાવમાં મંજુરી લઇને માટીનું ખોદકામ કરતા માટીને બદલે માઇનિંગ નીકળવાનું શરૂ થતા મામલતદારે આ કામ બંધ કરાવીને ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કર્યો છે.

ઉમેજ ગામ ના સરવે નંબર જમીનમાં ગામનું તળાવ આવેલ હોય આ તળાવ માંથી માટી કાઢવા માટે નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઇ પેટા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય જેમાં ખોદકામ કરતા માટીની જગ્યાએ જમીનમાંથી માઇનિંગ કાઢવામાં આવતું હોય. ઉના મામલતદાર દ્વારા આ કામ તાત્કાલિક બંધ કરાવી ગીર સોમનાથ જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગના રીપોર્ટ કરવામાં આવ્યો હતો

આ સર્વે નંબરવાળા તળાવમાંથી માઇનિંગ કાઢવામાં આવતું હોય તેથી ઉના મામલતદાર દ્વારા તપાસ કરાતા માટી તાલુકાની અનેક સરકારી તેમજ ગૌચરની જમીનો માંથી માઈનિંગ ચોરી કરી આસપાસની જગ્યાઓને બંજર બનાવી નાખી છે તેવી પણ ફરિયાદો છે.

(11:35 am IST)