Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧.૩૮ લાખથી વધુ લોકોનું રસીકરણ

વઢવાણ તા.૨૮ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીડો. ચંદ્રમણી કુમારની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર પ્રવર્તમાન કોરોના મહામારીના વધતા સંક્રમણને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા તેમજ જિલ્લાના નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા જિલ્લા પ્રસાશન દ્વારા રસીકરણ સહીતની તમામ આરોગ્યલક્ષી કામગીરીનો વેગ વધારવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગનો દર વધારવામાં આવ્યો છે,તેમજ લોકોને કોરોના સામે રક્ષણ આપવા જિલ્લાના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી રસીકરણની સઘન કામગીરી થઈ રહી છે.અત્યાર સુધીમાં જિલ્લામાં ૧,૩૮,૦૯૩ થી પણ વધુ લોકોને રસી મૂકી કોરોના સામે રક્ષિત કરવામાં આવ્યા છે.

 અત્યાર સુધીમાં ચુડા તાલુકાના ૮૬૮૩,ચોટીલા તાલુકાના ૫૯૯૨, ધ્રાંગધ્રા તાલુકાના ૧૫,૫૪૬, લખતર તાલુકાના ૬૮૦૯,લીંબડી તાલુકાના ૧૨,૬૪૧,મુળી તાલુકાના ૧૧,૧૧૩, પાટડી તાલુકાના ૧૫,૪૯૮, સાયલા તાલુકાના ૮૨૯૫,થાનગઢ તાલુકાના ૬૪૩૫,વઢવાણ તાલુકાના ૪૨,૬૭૧, મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ૨૪૯૧ અને સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ૨૦૧૨ મળી જિલ્લાના કુલ ૧,૩૮,૦૯૩ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવામા આવ્યો છે,જેમાંથી કુલ ૨૫,૧૮૨ લોકોએ રસીના બન્ને ડોઝ લઇ કોરોના મહામારી સામે રક્ષણ મેળવ્યુ છે.

(11:36 am IST)