Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ધોરાજીમાં બિનવારસ વૃધ્ધની અંતિમવિધી કરતા માનવ સેવા યુવક મંડળના યુવાનો

ધોરાજી તા.ર૮ : સોની બજારમાં રોડ પર મૃત હાલતમાં મળી આવેલ અજાણ્યો વૃધ્ધની લાશ અંગે પોલીસે તપાસ કરતા રમણીકભાઇ રણછોડભાઇ પરમાર ઉર્ફે લાડક જાતે લુહાર (ઉ.વ.૬૦)ના મૃતદેહને માનવસેવાના કાર્યકર્તાઓએ ધોરાજી સરકારી દવાખાને ખસેડાયેલ હતો.

પોસ્ટમોર્ટમ બાદ સગા સબંધીઓ નહી મળી આવતા પોલીસ દ્વારા અંતિમવિધિ માટે લાશને સોંપતા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી, રાજુભાઇ ઘેલાણી, રમેશભાઇ સોજીત્રા, મનસુખભાઇ બાલધા, કલ્પેશભાઇ શીંગાળા સહિતનાઓ એ તેજાબાપા અન્નક્ષેત્રની સબવાહિની દ્વારા હિન્દુ શાસ્ત્રોકત વિધીથી અંતિમક્રિયા કરાય હતી.

(11:38 am IST)