Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

હળવદના અનેક હનુમાનજીના મંદિરોમાં ભકતો દ્વારા કોરોના વાયરસની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના

હનુમાન જયંતિની સાદગી રીતે ઉજવણી કરાઇ

(હરીશ રબારી દ્વારા)હળવદ તા. ૨૮ : વિવિધ તહેવારોનો દેશ એટલે ભારત આપણે ત્યાં અનેક તહેવારો શ્રદ્ઘા ભકિત અને ઉલ્લાસ ઉજવવામાં આવે છે ત્યારે હનુમાન જયંતિની ભકતોએ શ્રદ્ઘા અને ભકિત અને ઉલ્લાસથી વહેલી સવારથી જ હનુમાનજીના મંદિરોમાં દર્શન કરીને ભકતો એ કોરોનાવાયરસ મહામારી જેવા રોગો દેશમાંથી દૂર થાય અને દેશના દરેક નાગરિકની તંદુરસ્તી સારી રહે તેમજ આર્થિક રીતે સમૃદ્ઘ બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

હનુમાનજી કળિયુગના જાગતા દેવ ગણાય છે અને અજરાઅમર ગણાય છે અઠસિદ્ઘિ નવનિધિના દાતા ગણાય છે. નાના ગામડાથી માંડીને શહેરની પોળો સુધી હનુમાનજી નું મંદિર જોવા મળે છે એવા કળિયુગ ના જાગતા દેવ હનુમાનજીની જન્મ જયંતીના દિવસે હનુમાન ચાલીસા તેમજ પૂજાપાઠ ભકતો હનુમાનજી સમક્ષ કરેલ હળવદના અનેક હનુમાનજીના મંદિરો, લંગડેજી મહારાજ , ઓટલીયા હનુમાન, રાતકડી હનુમાન, સુખદાયી હનુમાન, મારુતિ હનુમાન, પાવનકારી હનુમાન, સહિતના હનુમાનજી મંદિરોમાં હનુમાન ચાલીસા પૂજા અર્ચના સાથેભકતોએ શીશ નમાવી હનુમાનજીના આશીર્વાદ મેળવી શ્રદ્ઘા અને ભકિત સાથે સાદગીપૂર્ણ રીતે હનુમાન જયંતિની ઉજવણી ભકિતભાવ સાથે કરવામાં આવી હતી.

(11:40 am IST)