Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગોંડલનાં દેરડી (કુંભાજી)ના સ્મશાનમાં લાકડા ખુટી પડતા યુવાનોએ એક જ દિવસમાં લાકડાનો હોલ ભરી દીધો

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા. ર૧ :.. વધતા મહામારીના કારણે મૃત્યુ દરમાં પણ વધારો થયો છે. તેથી દેરડી કુંભાજીના કૈલાસધામમાં અગ્નિદાહ માટેના ફાડેલા લાકડાનો સ્ટોક ખુટી ગયો હતો ત્યારે કૈલાસધામ સમિતિના સભ્યો મનુબાપા ગોળ, સવજીભાઇ હોથી, અશોકભાઇ બેરાએ લાકડા ફાડવા માટે પંચધ્વજ હનુમાનજી મંદિર (બાદલપર રસ્તે આવેલ) નો જીણોધ્ધાર થઇ રહ્યો છે તેમાં સખ્ત શ્રમ ઉઠાવતા યુવા સભ્યોને જાણ કરવામાં આવતાં. તાત્કાલીક યુવાનો લાકડા ફાડવા આવી ગયા હતાં. અને સાથે સાથે વિનાયક મંદિરના યુવાનો ટ્રેકટર લઇને આ સેવાના કાર્યમાં જોડાયા હતાં. કૈલાસધામ સમિતિ તથા ર૦ યુવાનો એ એકજ દિવસમાં ફાડેલા લાકડાનો સ્ટોક કરી હોલ ભરી દીધો. આ સેવાભાવી યુવાનોને કૈલાસ ધામ સમિતિ અને સરપંચશ્રી શૈલેષભાઇ ખાતરાએ બિરદાવેલ છે તેથી ગામના અન્ય સેવાભાવી યુવાનોએ પણ સેવાની તત્પરતા બતાવી છે.

(11:40 am IST)