Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

વેરાવળમાં રરના મૃત્યુ નવા ૧ર૬ કેસ નોંધાયા

ઓકસીજનના અભાવથી વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ફકત ૬૦ દર્દીઓ સારવાર માટે દાખલ ૪૩૬ વેઈટીગમાં

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: ગીર સોમનાથ જીલ્લા ની સૌથી મોટી હોસ્પીટલ વેરાવળમાં ૬૦ દર્દીઓ દાખલ છે ૪૩૬ વેઈટીગ છે ર૪ કલાક માં રર ના મૃત્યુ થયા છે  ૧ર૬ કેસ નોધાયા છે ઓકસીજન ના અભાવે ખાનગી હોસ્પીટલો ની  સ્થિતી ગંભીર બની છે ગમે ત્યારે મુશ્કેલી સર્જાશે રજુઆતો કરવા  છતા જવાબદાર નોડલ ઓફીસર દ્રારા કોઈ કામગીરી ન કરાતા ભારે રોષ વ્યાપેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં છ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુબજ મોટી મહામારી ગલ્લીએ ગલ્લીએ પહોચી ગઈ છે તા.ર૪ થી સૌથી મોટી હોસ્પીટલ માં દર્દીઓ ને સારવાર માટે લેવાનું બંધ કરાયેલ છે ઓકસીજન ના અભાવે ફકત ૬૦ દર્દીઓની સારવાર થઈ રહેલ છે.

૪૩૬ દર્દીઓ વેઈટીગ છે ર૪ કલાક માં ત્રીવેણી સ્મશાનધાટ કબ્રસ્તાનમાં રર ના મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળેલ છે આખા જીલ્લામાં ખુબજ મોટો મૃત્યુ આંક હોવાનું દરેક વિસ્તારમાંથી જાણવા મળેલ છે સરકારી ચોપડે મૃત્યુ આંક ૦૦ બતાવવામાં આવી રહેલ છે ખાનગી હોસ્પીટલોમાં ઓકસીજન મળતો ન હોવાથી દર્દીઓના મૃત્યુ આંક વધેલ છે ગમે ત્યારે સારવાર લેતા દર્દીઓ મોટી મુશ્કેલી માં મુકાશે આખા જીલ્લામાં ઓકસીજન માટે રજુઆતો થયેલ છે તેમ છતાજીલ્લા કલેકટર દ્રારા નિમાયેલ નોડલ ઓફીસર સુશીલ પરમાર દ્રારા કોઈપણ કામગીરી થયેલ ન હોય તેવો ખુલ્લેઆમ આક્ષેપ થયેલ છે અધિકારીની બેદરકારી ના લીધે વેરાવળ સહીત આખા જીલ્લામાં ઓકસીજન ના અભાવે ગમેત્યારે દર્દીઓ જોખમમાં મુકાશે.

(1:09 pm IST)