Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજયમંત્રી કુંવરજીભાઇ બાવળીયાના પુત્ર ડો. મનીષ બાવળીયા ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં રાત દિવસ જોયા વિના કાર્યરત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૮: મોરના ઇંડા ચીતરવા ન પડે. જન્મભૂમિ વતનને યાદ કરી લાખોની પ્રેકિટસ ને જતી કરી. વિંછીયા ખાતેની સેવાકાર્યમાં અવિરત, જસદણ/વિંછીયા વિસ્તારની જનતાને કોરોના મહામારીમાં સમસ્યા વિંછીયા ખાતે કે.જી.બી.વી.માં ડેડીકેટેડ હેલ્થ સેન્ટરમાં ૬૪ બેડની સુવિધા ઉભી કરવા તાલુકા વહીવટી તેમની મદદથી શરૂ કરવા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ નિર્ણય કર્યો. કુંવરજીભાઇ બાવળિયાએ તેના દીકરા ડો. મનીષ બાવળીયા સૌરાષ્ટ્રના રૂમેટોલોજિસ્ટ તરીકે નામાંકિત ડોકટર છે. તેને વાત કરવાની સાથે જ રાજકોટની હોસ્પિટલ બંધ કરી છેલ્લા દસ દિવસથી રાત-દિવસ જોયા વિના માનદ સેવામાં લાગી ગયા છે. તેની સાથે ડો. રાજા, ડો. જતાણી તેની આરોગ્યની ટીમ અવિરત સેવા આપી રહ્યા છે. આજે ૬૦ જેટલી ઓકિસજન બેડ ૧પ જેટલાં નોન બેડ ઉપરાંત આજથી લેબોરેટરી પણ વિનામૂલ્યે શરૂ કરવામાં આવશે.

વિંછીયાના સેવાભાવી સંસ્થા, કેટલાક આગેવાનો, કાર્યકરો જેમણે જ્ઞાતિના ભેદભાવ વિના લઘુમતી સમાજે, હિન્દુ સમાજના સૌ કાર્યકરો રાત-દિવસ જોયા વિના બે-ત્રણ ટાઇમ ચા, નાસ્તો બે ટાઇમ દર્દી સહિત તમામને ભોજન જાતે જઇને કોરોનાની પરવા કર્યા વિના પીરસી રહ્યા છે. તાલુકાના વહીવટી તંત્ર, પ્રાંત અધિકારી, ખુદ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા સવાર-સાંજ મુલાકાત લઇ તમામ વિગતો મેળવે છે.

વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા વીરનગર, ભાડલા, ભડલી, પીપરડી, મોઢુકા, અમરાપુર તેમજ તમામ PHC/CHC ની મુલાકાત લઇ સતત લોકોને જાગૃત કરી આરોગ્યના કર્મચારીઓને હુંફ પુરી પાડી રહ્યા છે. જાણ મંત્રીશ્રી આપી રહ્યા છે.

(1:18 pm IST)