Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

જૂનાગઢમાં ડોળી એસોસિએશનના પ્રમુખના ભત્રીજાની હત્યા કરનાર ત્રણ શખ્સોની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ::::જૂનાગઢમાં ડોળી એસોસિએશનના પ્રમુખના ભત્રીજાની હત્યા કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

          પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢમાં ડોળી એસોસિયેશનના પ્રમુખ ના ભત્રીજા રાજુ ઉર્ફે લાલો ની ગઈકાલે રાત્રે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.

        પોલીસે આ હત્યા કેસમાં રાણા અંબાદાસ ગોસાઈ મરાઠી બાવાજી, રફીક ઉર્ફે આર.કે હૈદુભાઈ મજબુલ સિદી બાદશાહ અને ચિરાગ હસમુખભાઈ મકવાણા -કોળી ની ધરપકડ કરવામાં આવી છે.

       આ કામગીરી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીદર પ્રતાપસિંહ પવાર, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટી , પી.જી.જાડેજા ,એચ.આઈ.ભાટી ,એ.કે.પરમાર સહિત સ્ટાફે કરી હતી.

(4:32 pm IST)