Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સાંજે પવન સાથે કમોસમી વરસાદ : કરા પડયા : પડધરી - લોધીકા:- ટંકારા પંથકમાં માવઠું : રાજકોટમાં બપોરના સમયે રાત્રી જેવું અંધારું છવાયા બાદ કોઈ - કોઈ જગ્યાએ પવન સાથે વરસાદ વરસ્યો

રાજકોટ:::રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સાંજે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો અને સાથે કરા પણ પડયા હતા. પડધરી - લોધીકા:- ટંકારા પંથકમાં માવઠું  વરસ્યું હતું રાજકોટમાં બપોરના સમયે રાત્રી જેવું અંધારું છવાયા બાદ કોઈ - કોઈ જગ્યાએ પવન સાથે વરસાદ વરસ્યો હતો.

    પડધરી

(મનમોહન બગડાઈ દ્વારા) પડધરી:: રાજકોટ - જામનગર હાઇવે ઉપર આવેલ પડધરી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા સાથે કમોસમી વરસાદ ચાલુ થયો હતો વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

 ખીરસરા

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા:: રાજકોટ જિલ્લાના લોધિકા ના ધુળીયા  દોમડા મા વરસાદ પડ્યો હતો.

 ટંકારા

ટંકારામાં આજે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં હવામાનમાં અચાનક પલટો આવવાની સાથે મસમોટા કરાનો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.

ટંકારા પંથકમાં આજે સાંજના સમયે અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને સાવડી, સરાયા, નેસડા, જબલપુર અને સજનપર સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ તલીના વાવેતર ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે.

ટંકારા પંથકમાં ગાજવીજ સાથે ખાબકેલા કમોસમી વરસાદથી લોકોમાં રીતસર ભાગદોડ મચી ગઇ હતી અને કરા પણ મોટા મોટા પડતા હોય લોકો કરા થી  બચવા માટે દોડાદોડ કરવા લાગ્યા હતા.

(6:14 pm IST)