Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ઓક્સિજન કીટ વાપરવા માટે નિઃશુલ્ક સેવા શરૂ કરતાં હાર્ડવેરના વેપારી ઓક્સિજન સિલિન્ડર પર લગાવાતી કીટ-ચાવી વાપરવા માટે આપવાનો સેવા યજ્ઞ

મોરબી: છેલ્લા ઘણા દિવસોથી શહેર-જિલ્લામાં ઓક્સિજન સિલિન્ડરની અછતની સાથોસાથ સિલિન્ડર ઉપર લગાવવામાં આવતી કીટ-ચાવીની પણ અછત વર્તાઈ રહી છે ત્યારે એક હાર્ડવેરના વેપારીએ ઓક્સિજન સિલિન્ડર પર લગાવાતી કીટ-ચાવી વાપરવા માટે આપવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો છે.
મૅડિકલ ઓક્સિજન કીટની ખુબજ તંગી હોઈ ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન રેગ્યુલેટરમાંથી દર્દીઓ માટે વાપરવા યોગ્ય બનાવી ઓક્સિજન કીટ તથા ઓક્સિજન બોટલની ચાવીની ઉપલબ્ધતા માટે સહકાર હાર્ડવેર નામની દુકાન ધરાવતા વેપારીએ કમર કસી છે. કોઈ પણ જ્ઞાતિ માટે ઓક્સિજન કીટ ફ્રીમાં વાપરવા માટે સહકાર હાર્ડવેરમાં ઉપલબદ્ધ બનાવાઈ છે. આ કીટ ઉપયોગમાં લેવા માટે ઓક્સિજનના સિલિન્ડરમાં રેગ્યુલેટર ફીટ કરી દેવાનું રહેશે અને પાણીની બોટલ પાણીથી અડધી ભરી ત્યાર બાદ જરૂરીયાત મુજબ રેગ્યુલેટર સેટ કરી દર્દીને ઓકસીજન આપી શકાય છે. આ વસ્તુ સરળતાથી સહકાર હાર્ડવેરમાં ફ્રી સેવા માટે મળી રહેશે.

(10:45 pm IST)