Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો - ઓર્ડીનેટરની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરાશે

દેવભૂમિ દ્વારકાઃદેવભૂમિ દ્વારકા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો - ઓર્ડીનેટરની ૧૧ માસના કરાર આધારિત એક જગ્યા ભરવામાં આવશે. અરજદારે અરજી માટેના ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મ.ભો.યો.ની કચેરીમાંથી મેળવી લેવાની રહેશે. અથવા તો WWW.devbhumidwarka.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી લેવાની રહેશે. માસિક મહેનતાણું રૂ. ૧૦,૦૦૦ ફિક્સ રહેશે.

 અરજદારોએ અરજી રૂબરૂમાં/ સાદી ટપાલથી કે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી./ સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. આ જગ્યાઓ અંગેની પસંદગીયાદી નાયબ કલેકટરશ્રીની કચેરી, મધ્યાહન ભોજન યોજના, જિલ્લા સેવા સદન, ખંભાળિયા, દેવભૂમિ દ્વારકાના નોટીસબોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ / પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેકટર, મ.ભો.યો. દ્વારા લેખિત / ઈ મેઈલ દ્વારા જણાવવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે. 

(9:40 am IST)