Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મનરેગા યોજના શ્રમિકો માટે આશીર્વાદરૂપ: મોરબી જીલ્લામાં ૨૫૦૦ શ્રમિકોને રોજગારી

મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૩૯ કામો હાથ ધરાયા

મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કુટુંબદીઠ ૧૦૦ દિવસની રોજગારી આપવામાં આવી રહી છે. જેમાં ૧૨૩૩ કુટુંબોના ૨૫૦૦ થી વધુ શ્રમિકો હાલ દરરોજ રોજગારી મેળવી રહ્યા છે.
મનરેગા યોજનામાં નાના શ્રમિકોને રોજગારી આપવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૩૯ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ મનરેગા યોજનામાં કુટુંબદીઠ ૧૦૦ દિવસની રોજગારી આપવામાં આવી રહી છે. આ રોજગારી જરૂરિયાતમંદ ૧૨૩૩ કુટુંબો માટે તક ની સાથે આશિર્વાદરૂપ બની રહી છે જે થકી એ કુટુંબોના ૨૫૦૦ થી વધુ શ્રમિકો હાલ દરરોજ રોજગારી મેળવી રહ્યા છે. મનરેગા હેઠળ કામના પ્રમાણમાં પુરતી રોજગારી મળતી હોવાથી અનેક જરૂરિયાતમંદ કુટુંબો આ યોજનાનો પૂરતા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે અને શ્રમિકોના ખાતામાં જ સીધું ચુકવણું કરવામાં આવતું હોવાથી પૂરતી પારદર્શકતા પણ જળવાય છે.
ઉલ્લેખનિય છે કે,સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ તથા અમૃત સરોવર ૨૦૨૨-૨૩ હેઠળ મનરેગા યોજના દ્વારા તળાવ ઊંડા ઉતારવા, હયાત તળાવોનું મરામત સફાઈ કામ તથા નવા તળાવો બનાવવા જેવી  જળ સંચયની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીથી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, ભૂગર્ભ જળ ઊંચા આવે છે. તથા ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે છે. પાણીની સંગ્રહ શક્તિ વધવાથી રવિ પાકમાં ફાયદો થાય છે તથા કુવા અને બોરમાં પણ ભૂગર્ભ જળમાં વધારો થાય છે. ઉપરાંત મનરેગા જેવી યોજનાઓ સાથે જોડીને શ્રમિકોને રોજગારો પણ આપવામાં આવી રહી છે

(11:55 pm IST)