Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

કચ્છમાંથી પાકિસ્તાનીઓ સાથે ઝડપાયેલ ૨૫૬ કરોડના હેરોઈન પ્રકરણમાં દિલ્હી કનેક્શન: બે આરોપીઓને ભુજ નાર્કોટિક્સ અદાલતે ૧૪ દિવસના રિમાન્ડ આપ્યા

પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાનથી દેશમાં દિલ્હી, યુપી, અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ સુધી ફેલાયેલી ડ્રગ્સ માફિયાઓની જાળ, આતંકવાદી ગતિવિધિ સાથે કરોડોની રકમની હેરાફેરીનું નેટવર્ક ભેદવા ગદ્દારો સામે સુરક્ષા એજન્સીઓનું જોઇન્ટ ઓપરેશન જરૂરી, દેશના યુવાનોને નશાને રવાડે ચડાવવાનું ષડયંત્ર

(વિનોદ ગાલા દ્વારા)ભુજઃતા.૨૮

 ગત ૨૬ એપ્રિલના રોજ ૨૮૦ કરોડનું ૫૬ કિલો હેરોઈન ડિલિવર કરવા આવતાં ઝડપાયેલી પાકિસ્તાની બોટ 'અલહજ'ના પ્રકરણમાં ATSએ દિલ્હીના રાઝી હૈદર અમાનત અલી હૈદર ઝૈદી

અને મોહમ્મદ ઈમરાન મોહમ્મદ આમીર ફારૂકીની વિધિવત્ ધરપકડ

કરી છે.રાઝી હૈદર ભારતમાંનો મુખ્ય સૂત્રધાર છે. આ કેસમાં ATSએ અગાઉ રાઝીના ડ્રગ્સ કારોબારનો વહીવટ કરતાં અવતારસિંહ ઊર્ફે સન્ની કુલદીપસિંહ સંધુ અને અફઘાની નાગરિક અબ્દુલ રબ અબ્દુલ ખાલેક કાકડની ધરપકડ કરી હતી. રાઝીના દિલ્હીના જામિયાનગર સ્થિત નિવાસસ્થાનની જડતી લેતાં ૭૭૨ કરોડ ૪૭ લાખ ૫૦ હજારનું વધુ ૧૫૫ કિલો હેરોઈન મળી આવ્યું હતું. રાઝી સાથે ડ્રગ્સના કારોબારમાં યુપીના મુઝફ્ફરપુરનો મોહમ્મદ ઈમરાન પણ સામેલ હતો.

ડ્રગ્સને મુઝફ્ફરનગરના ગોડાઉનમાં મોકલાતું. અહીં અબ્દુલ રબ તેનું પ્રોસેસીંગ કરતો. રાઝી અને ઈમરાનને ટ્રાન્ઝિટ વૉરન્ટ પર દિલ્હીથી લઈ આવી ATSએ આજે ભુજની વિશેષ NDPS કૉર્ટમાં રજૂ કર્યાં હતા. ઘેર દિલ્હીમાં રહેલું ૭૭૨ કરોડ અને કચ્છના દરિયામાંથી ઝડપાયેલ ૨૫૬ કરોડ એમ કુલ ૧ હજાર કરોડથીયે વધુ રકમનું હેરોઈન મગાવનાર રાઝીને ડ્રગ્સ મગાવવા માટે કરોડો રૂપિયાનું આર્થિક ભંડોળ કોણ પૂરું પાડે છે? ડ્રગ્સના કારોબાર થકી ભારતમાં નાર્કો ટેરરિઝમ ફેલાવવામાં કયા આતંકી સંગઠનો સામેલ છે, આ માલ ભારત ઉપરાંત વિદેશમાં ક્યાં અને કેવી રીતે મોકલાતો હતો વગેરે બાબતો અંગે વિગતો મેળવવાની બાકી હોવાના ગ્રાઉન્ડ પર ATSના વિશેષ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ બંને આરોપીના ૧૪ દિવસના રીમાન્ડ માગ્યા હતા. NDPS કૉર્ટના જજ ચીરાગ શાહે તેને ગ્રાહ્ય રાખી બેઉના ૧૪ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

ATSની તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે રાઝીએ અવતારસિંહ અને મોહમ્મદ ઈમરાનને અગાઉ અમદાવાદની મુલાકાતે મોકલ્યાં હતા. તે સમયે બેઉ જણ સૂકાં નાળિયેર અને ૨૦ જેકેટ્સમાં ડ્રગ્સને છૂપાવીને દિલ્હી લઈ ગયાં હતા.

અમદાવાદમાં તેઓ ક્યાં ક્યાં કોને કોને મળ્યાં હતા તેની કડીઓ શોધવાની હજુ બાકી છે. ઉલ્લેખનીય છે કે ૨૬ એપ્રિલે ATS અને કોસ્ટગાર્ડે ‘અલ હજ' નામની પાકિસ્તાની બોટમાંથી ૯ પાકિસ્તાનીઓને ૨૮૦ કરોડના ૫૬ કિલો હેરોઈન સાથે ઝડપ્યાં હતા. આ માલ કરાચીના મુસ્તફા અયુબ મિંયાણાએ મોકલ્યો હોવાનું બહાર આવ્યું હતું. તપાસનીશ એજન્સી રિમાન્ડ દરમ્યાન બન્ને આરોપીઓને સાથે રાખી દિલ્હી સહિતના સ્થળોએ તપાસ કરશે. જોકે, આવા કિસ્સાઓમાં એક થી વધુ એજન્સીઓ સયુંકત ટીમ બનાવી તપાસ કરે તો આંતરરાષ્ટ્રીય સ્તરે થતી લાખો રૂપિયાની હેરાફેરી, આતંકવાદ અને ડ્રગ્સ માફિયાઓનું ટેરર કનેક્શન બહાર આવે

(9:52 am IST)