Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જુનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કાલે અમિતભાઇ શાહના હસ્‍તે ગૃહ મંત્રાલય દ્વારા મેડલ અપાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૮: સને ૨૦૧૮ની સાલથી ભારત સરકાર દ્વારા દેશના જુદા જુદા રાજયની પોલીસ દ્વારા કરવામાં આવતી પોલીસ તપાસ સારી રીતે કરવામાં આવે તે હેતુથી ખૂબ જ સારા ઇન્‍વેસ્‍ટિગેશન માટે પ્રોત્‍સાહિત કરવા માટે કેન્‍દ્રના ગૃહ મંત્રાલય દ્વારા મેડલ આપી સન્‍માનિત કરવામા આવે છે. સને ૨૦૧૮ ના વર્ષમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ભાવનગર શહેર ખાતે ૨૦૧૨ ની સાલમાં બનેલ ડબ્‍બલ મર્ડર ના કેસમાં નમૂનેદાર પોલીસ તપાસ કરી, ટ્રાયલ દરમિયાન ભાવનગર સેસન્‍શ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવતા, ગૃહ મંત્રાલય દ્વારા ૨૦૧૮ ના વર્ષ માટે ર્ંયુનિયન હોમ મિનિસ્‍ટર્સ મેડલ ફોર એક્‍સલન્‍સ ઇન ઇન્‍વેસ્‍ટિગેશર્નં આપી, સૌપ્રથમ સન્‍માનિત કારવાનું નક્કી કરવામાં આવેલ. ભાવનગર એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે ર્ં૨૦૧૨ ની સાલમ દાખલ થયેલ ચકચારી બેવડી હત્‍યાના ગુન્‍હાની તપાસમાં ગુન્‍હો શોધી કાઢવા ઉપરાંત, સાયન્‍ટિફિક પુરાવાઓ, સાયોગિક પુરાવાઓ, વિગેરે પુરાવાઓ આધારે તપાસ કરી, આરોપી સુધીશ દયાશંકર દ્વિવેદી ને આજીવન કેદની સજા કરાવનાર્રં ભાવનગરના તત્‍કાલીન પોલીસ ઇન્‍સ. અને હાલના જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ૨૦૧૮ ના વર્ષ માટે ર્ંયુનિયન હોમ મિનિસ્‍ટર્સ મેડલ ફોર એક્‍સલન્‍સ ઇન ઇન્‍વેસ્‍ટિગેશર્નં માટે પસંદગી કરવામાં આવેલ. સને ૨૦૧૮ની સાલમાં આ મેડલ માટે આખા ગુજરાત રાજયમાંથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી એ.એ.સૈયદ એમ ર્ંબે અધિકારીની આ મેડલ માટે સૌપ્રથમ પસંદર્ગીં કરવામાં આવેલ હતી. ત્‍યારબાદ દરેક વર્ષે આ મેડલ આપવામાં આવે છે અને આજદિન સુધી આશરે ૧૩ જેટલા પોલીસ અધિકારીઓને ભારત કેન્‍દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ મેડલ એનાયત કરવામાં આવેલ છે.

 આવતીકાલ તા.૨૯.૦૫.૨૦૨૨ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પોલીસ આવાસના લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્‍દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્‍તે અત્‍યાર સુધી આ મેડલ મેળવેલ ૧૩ જેટલા પોલીસ અધિકારીઓને ર્ંગૃહ મંત્રાલય મેડલથી અલંકૃર્તં કરવામાં આવશે.

(10:11 am IST)