Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

કેશોદ ૧૮૧ ના કાઉન્‍સેલર ડાયબેન માવદીયાનુ GVK EMIR દ્વારા સન્‍માન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ; ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્‍પલાઈન મહિલાઓ માટે હમેશાં તત્‍પર રહે છે જયારે કેશોદ ૧૮૧ ના કાઉન્‍સેલર ડાયબેન માવદીયાએ અનેક મહિલાઓના પરીવારને તૂટતા બચાવ્‍યાને અનેક પરિવારોને સુખદ સમાધાન કરાવી પ્રશંસનીય કામગીરીનુ ઉદાહરણ પૂરું પાડ્‍યું છે.

તા. ૨૬-૦૫-૨૨ ના રોજ GVK EMIR દ્વારા જુનાગઢ ખાતે ૨૦૨૧-૨૨ ના પાયલોટ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં GVK EMIR ના ઉચ્‍ચ અધિકારીઓ, તથા આમંત્રિત મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા આ પ્રસંગે ૧૮૧ ના કાઉન્‍સેલરોની શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્‍કારથી નવાજી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં જેમાં કેશોદ ૧૮૧ મહિલા હેલ્‍પલાઈનના કાઉન્‍સેલર ડાયબેન માવદીયાની પ્રશંસનીય કામગીરી ધ્‍યાનમાં લઈ આ કાર્યક્રમમાં જુનાગઢ DYSP શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબના વરદ હસ્‍તે પુરસ્‍કાર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં.

કેશોદ ૧૮૧ મહિલા હેલ્‍પલાઈનના સ્‍ટાફે ડાયબેનની પ્રશંસનીય કામગીરી બદલ મળેલ સિધ્‍ધીને આવકારી બિરદાવેલ હતા.

(10:03 am IST)