Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

તળાજા નજીક પિતા પુત્ર ઉપર ફાયરીંગ : પુત્રનું મોત

કેરી, કેરીના ખાલી કેરેટ લઇ જતા બાઇક સવાર પિતા-પુત્ર ઉપર બાઇક પર આવેલા મુન્‍ના વાઘેલાએ ધડાધડ કર્યો ગોળીબાર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ : આજે ફરી તળાજા ને અમુક લોકોએ બિહાર તરીકે સંબોધયૂ હતું.સવારે તળાજા નજીક નેશનલ હાઇવે પર શેત્રુંજી નદીના પુલ નજીક થી બાઈક પર સવાર દેવલી ગામના દેવીપૂજક પિતાપુત્ર ઉપર તેમના જ પરિવાર ના ઇસમે ધડાધડ ગોળીઓ વરસાવી હતી. બે હુમલાખોર બાઈક પર આવ્‍યા હતા.ગંભીર ઇજા પામેલ પિતા પુત્રને ભાવનગર લઈ જવાયા હતા.રસ્‍તામાં પુત્રનું મોત નિપજેલ. પિતાની સ્‍થિતિ ગંભીર ગણાવાઈ રહી છે.
આજે હત્‍યારાઓએ વધુ એક હત્‍યાને ધડાધડ ગોળીબાર કરી અંજામ આપ્‍યાની ઘટનાની મળતી વિગતો મુજબ દેવલી ગામે રહેતા દે.પૂ.વાઘેલા દેવાભાઈ બચુભાઈ ઉ.વ.આ ૫૦, અને તેનો દીકરો મુકેશ ઉ.વ.૨૫ પોતાની બાઈક નં.જીજે ૦૪-ડીએચ ૭૬૬૭ લઈ ભાવ-સોમનાથ નેશનલ હાઇવે પર તળાજાના શેત્રુંજી નદી ના પુલ અને વેળાવદર ગામ વચ્‍ચે થી પસાર થઈ રહ્યા હતા. તેઓની પાસે કાચી કેરી અને ખાલી કેરેટ પણ હતા.
ᅠએ સમયે બાઈક પર પીછો કરતા ઈસમો પૈકીના બાઈક પાછળ બેસેલ યુવકે પોતાની પાસેની પીસ્‍ટલ માંથી ફાયરિંગ કરેલ.જેનેલઈ ઇજા થતાં બાઈક પર નો કાબુ ગુમાવતા પિતા પુત્ર પડીગયા હતા. ઇજાઓ થવા છતાંય હત્‍યારા થી જીવ બચાવવા રસ્‍તાની રેલિંગ ઠેકી ભાગ્‍યા ઢાળ ઉતરી ભાગ્‍યા હતા.પરંતુ હત્‍યા કરવાનું ખુન્નસ સવાર હોય પીછો કરી ગોળીબાર કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
પિતા પુત્ર ધરતી પર ઢળી પડ્‍યા હતા. જેને લઈ હત્‍યારાને પોતાનો બદ ઈરાદો પારપડી ગયાનું લાગતા બાઈક પર સવાર થઈ ફરાર થઇ ગયેલ. બાઈક પર બે વ્‍યક્‍તિ આવ્‍યા હતા. જેમાં એક વ્‍યક્‍તિ બાઈક શરૂ રાખી ઉભો રહ્યો હતો.બીજા એ હત્‍યા એ ગુન્‍હાને અંજામ આપ્‍યો હતો.
ફાયરીંગ અને મારામારીની ઘટના તથા બે વ્‍યક્‍તિને લોહિયાળ ઇજાઓને લઈ આસપાસ ના લોકો અને રાહદારીઓ દોડી આવ્‍યા હતા.તળાજા ૧૦૮ દ્વારા તળાજાની રેફરલ હોસ્‍પિટલ અને ત્‍યાંથી ભાવનગર બંનેને રીફર કરવામાં આવેલ.ભાવનગર સારવાર મળે તે પહેલાં જ વાઘેલા મુકેશ દેવાભાઈ ઉ.વ.૨૫ એ છેલ્લા શ્વાસગણી લીધા હતા. દેવાભાઈની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. તળાજાના તબીબેᅠ માથામાં ઇજાઓ, ફ્રેક્‍ચર સહિતની ઇજાઓ થઈ હોવાનું જણાવ્‍યું હતું.માથામાં ગોળી વાગી હોવાની શંકા વ્‍યક્‍ત કરી હતી.
હુમલાખોર દેવલી ગામનો મુન્નો હોવાનું પોલીસ ની જાણમાં આવતા પોલીસે વિવિધ ટિમો બનાવી હતી.જેમાં આરોપી દેવલી ગામનો અને હાલ બાપડા ની કેનાલ પાસે રહેતો નારણ ઉર્ફે મુન્નો ભોળાભાઈ રવજીભાઈ વાઘેલા હોવાનું ખુલતા પોલીસે ત્‍વરિત હત્‍યારાનો ફોટો વાયરલ કરી ઝબ્‍બે કરવા ચક્રોગતિમાન કર્યા હતા.પોલીસ ને સ્‍થળ પરથી પીસ્‍ટલ માંથી ફાયરિંગ કર્યાના પુરાવા રૂપે ફાયર બુલેટનું ખોખું સહિતની વસ્‍તુઓ મળી આવી હતી.
ફાયરિંગની ઘટના એ જિલ્લા ભરમાં સનસનાટી મચાવી દીધી હતી.જેને પગલે જીલ્લા પોલિસ વડા ડો.પટેલ દોડી આવ્‍યા હતા. એફએસએલ ની મદદ લેવાઈ હતી.
પીસ્‍ટલ આવી ક્‍યાંથી?
તળાજા પંથકમાં ફાયરીંગ કરી ગુનાહીત ઈરાદો પાર પાડવો નવી વાત નથી.આજે દેવીપૂજક પિતા પુત્ર પર ધડાધડ ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કરવામાં આવ્‍યું તેમ ઘટના સ્‍થળ પરથી પોલીસ ને જાણવા મળ્‍યુ હતુ. બે બુલેટ વપરાઈ હોવાના પુરાવા મળ્‍યા હતા. એ સમયે સવાલ એવો ઉપજતો હતો કે દેવીપૂજક હુમલાખોર પાસેથી પીસ્‍ટલ આવી ક્‍યાંથી.પોલીસ દ્વારા એ દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે.
ત્રિપલ મર્ડર નો ઇતિહાસ છે
ચારેક વર્ષ પહેલાનો તળાજાનો ઇતિહાસ એવો છેકે ધાણીફૂટ ફાયરીંગમા જુવાનજોધ બે પુત્ર અને તેના પિતાની નિર્મમ હત્‍યા થઈ હતી. ગુજરાતમા ભાગ્‍યેજ ત્રિપલ મર્ડરની ઘટના બની હશે. તેમાં પણ પિતા અને બેપુત્રો ને મારી નાખવામાં આવ્‍યા હોય તેવો લગભગ પ્રથમ કેસ રાજયનો હશે.

ઘણા સમયથી હત્‍યાનો પ્‍લાન
ફાયરીંગ કરી ગુન્‍હા ને અંજામ આપનાર ઈસમ છેલ્લા કેટલાંક દિવસ થી પોતાનાજ સમાજ પરિવારના વ્‍યક્‍તિની હત્‍યા કરવા નો ઈરાદો પાર પાડવા પ્‍લાન ઘડી રહ્યો હતો. તે પીસ્‍ટલ વડેજ અંજામ આપવા માંગતો હોવાનું પણ સામે આવ્‍યું છે.
સોપારી અપાઈ કે જૂની અદાવતે ખૂની ખેલ ખેલાયો
પાંચ દિવસ પહેલાજ તળાજાની પંચશીલ સોસાયટીમાં કુરેશી પરિવારમા પ્‍લોટ, કપચી બાબતે ચાલતી બબાલના કારણે યુવક ની હત્‍યા થઈ.જેના સાતેય આરોપી હત્‍યારાઓ જેલમાં ગયા છે.ત્‍યાંજ આજે પિતા પુત્ર ઉપર ફાયરીંગ કરી પુત્રનું મોત નિપજયા ની ઘટના સામે આવી છેᅠ ત્‍યારે આ ઘટના નું કારણ શું? તે બાબતે ઉઠેલી ચર્ચામા પરિવાર વચેજ જૂની અદાવતનું એક કારણ સામે આવી રહ્યું છે. બીજું એક કારણ કોઈએ સોપારી આપી હોવાની અને સોપારી આપનાર એજ પીસ્‍ટલની વ્‍યવસ્‍થા કરી દીધી હોવાની અને તેના માટે વેળાવદર બસ સ્‍ટેશને બેઠક યોજાઇ હોવાની ચર્ચા પણ વહેતી થઈછે. આ બધી ચર્ચાઓ વચ્‍ચે સત્‍ય બહાર લાવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(10:58 am IST)