Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

પાટડીના ઠગાઇના ગુન્‍હામાં ત્રણ આરોપીની ધરપકડ

વઢવાણ, તા. ર૮ : પાટડી પોસ્‍ટેના ગુ.ર.નં-૧૧૨૧૧૦૦૫૨૨૦૧૦૩/૨૨ ઇપીકો ક.૪૦૬, ૪૨૦,૧૨૦(બી). મુજબની ગુનાને અંજામ આપનાર આઠ આરોપીયોના નામ ખુલવા પામેલ અને સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર યુ.એલ. વાધેલાનાઓએ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.ડી.પુરોહીત ના માર્ગ દર્શન હેઠળ ત્રણ આરોપી અટક કરી પાટડી કોર્ટ મા રજુ કરતા આરોપીઓ ના દીન-૩ ના રીમાન્‍ડ મેળવી પુછપરછ કરી આરોપીયો પાસે થી ગુનાના કામે વપરાયેલ બે કેટા ગાડી તથા રોકડ રકમ કબ્‍જે કરેલ છે.

આ કામે આરોપી (૧) મૌલેશભાઇ બેચરભાઇ ગોહેલ ભરવાડ ઉ.વ.૩૧ તા.સાણંદ વાળાએ જમીન માલીક પાસેથી દસ્‍તાવેજ કરાવી લીધેલ જે રોકડ રકમ માર્થી પોતાના ભાગે રૂપીયા ૨૯ લાખ પુરા તપાસ દરમ્‍યાન રીકવર કરવામા આવેલ છે. અને ગુનાના કામે વાપરેલ ક્રેટા ગાડી નંબર-GJ-01-RU-5610 ની કી.રુપીયા ૫,૦૦,૦૦૦/- ગણી કબ્‍જે કરવામાં આવેલ છે. તેમજ આરોપી ગફુલભાઇ ચુડાભાઇ રબારી રહે.રકનપુર તા.કલોલ વાળાઓના ધરે સર્ચ તપાર કરી ગુનાના કામે રૂપીયા ૩,૧૦,૦૦૦/- રીકવર કરવામા આવેલ છે. તથા તેણે ગુનાના કામે વાપરેલ ક્રેટા ગાડી નંબર-GJ-18-HP-8686 ની કી.રુપીયા ૫,૦૦,૦૦૦/- ગણી કબ્‍જે કરવામા આવેલ છે. આમ તપાસ દરમ્‍યાન આ ગુનાના કામે નાસતા ફરતા આરોપીયો ને પકડી પાડવા સર્કલ પો.ઇન્‍સ્‍પેકટર યુ.એલ.વાઘેલાનાઓએ પોતાના સર્કલ વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનનો ની અલગ અલગ ટીમો બનાવી આરોપીયોને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે. હાલના ગુનાના કેટલાક આરોપીયો તપાસ ના ધમધમાટ દરમ્‍યાન ગુજરાત મુકી બહારના રાજયો મા જતા રહેલ હોવાનું પણ જાણવા મળેલ છે.તેઓને પણ પકડી પાડવા તજવીજ હાથ ધરવામા આવેલ છે.

આમ ઉપરોકત ગુનો દાખલ થયા બાદ હૈ.પોલીસ અધિક્ષક હરેશ દુધાત નાયબ પોલીસ અધીક્ષક જે.ડી.પુરોહિત ધ્રાંગધ્રા ડી.વી.નાઓના સીધા માર્ગદર્શન હેઠળ કુલ ત્રણ આરોપીઓ અટક કરી પાટડી કોર્ટ મા દીન-૩ ના રીમાન્‍ડ મેળવી આરોપીઓ પાસેથી રોકડ રકમ ૩૨,૧૦,૦૦૦/- તથા બે વાહનો કીમત રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- ના મળી રૂપીયા ૪૨,૧૦,૦૦૦/- નો મુદામાલ આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર યુ.એલ.વાઘેલા તથા તેમની ટીમના એ.એસ.આઇ બલોચ તથા પો.હે.કોન્‍સ રજનીભાઇ ચલાવી રહયા છે.

(11:40 am IST)